IndiGo Airlines
(ANI Photo/ ANI Picture Service)

ઇન્ડિગોની ફ્લાઇટમાં ટેકનિકલ ખામીને કારણે રવિવારે કાર્ગોમાં ધુમાડાની ખોટી વોર્નિંગ મળી હતી. આ પછી વિમાનને સુરક્ષિત રીતે કોલકતા એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું હતું. ફ્લાઇટના સુરક્ષિત ઉતરાણ બાદ એરબસ વિમાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ વોર્નિંગ ખોટી હોવાને પુષ્ટી મળી હતી, એમ એક નિવેદનમાં જણાવાયું હતું. ઇન્ડિગોના જણાવ્યા અનુસાર વિમાનની ડિટેક્શન સિસ્ટમમાં જરૂરી સુધારા હાથ ધરવામાં આવ્યા હતા. ઇન્ડિગોની 6E-2513(VT-IJA) ફ્લાઇટમાં કાર્ગોમાં ધુમાડાની ખોટી વોર્નિંગ મળી હતી અને વિમાનને કોલકતા એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું હતું. પાઇલટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજરનું પાલન કર્યું હતું. ઇન્ડિગો ભારતના એવિયેશન ક્ષેત્રમાં જુલાઈમાં 58.8 ટકા બજારહિસ્સા સાથે ભારતની સૌથી મોટી એરલાઇન છે.