બોલિવૂડ દિગ્દર્શક અને નિર્માતા બોની કપૂર (એલ) અને તેમની અભિનેત્રી પુત્રીઓ જાહ્નવી કપૂર (સી) અને ખુશી કપૂર (Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)
બોલીવૂડમાં પણ રાજકારણની જેમ સગાવાદ કે પરિવારવાદની ચર્ચા થતી રહેતી હોય છે. બોલીવૂડમાં કપૂર ખાનદાનની જેમ ચાર-ચાર પેઢીથી લોકો કામ કરી રહ્યા છે. તાજેતરમાં જ રીલિઝ થયેલી “ધ આર્ચિઝ” ફિલ્મ એક સાથે સ્ટાર કિડ્ઝનો જમાવડો જોવા મળ્યો છે. એટલે બોલિવૂડમાં પણ સગાવાદની જ બોલબાલા છે કે શું તે અત્યારે હોટ ટોપિક છે.
ઝોયા અખ્તર દિગ્દર્શિત ફિલ્મ ‘ધ આર્ચિઝ’માં  સુહાના ખાન, અગત્સ નંદા અને ખુશી કપૂર જેવા સ્ટાર કિડ્ઝ છે. આ ફિલ્મ અમેરિકન કોમિક્સ ‘ધ આર્ચિઝ’ પર આધારિત છે. વર્ષોથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝમ (સગાવાદ)ના નામે વિવાદ છે. આ સ્થિતિમાં ઝોયાએ સ્ટાર કિડ્ઝને લઈને ફિલ્મ બનાવવાનું મોટું સાહસ કર્યું છે. હવે તેણે પ્રતિભાને આધારે તેમની પસંદગી કરી છે કે આ વખતે પણ સગાવાદને પ્રાધાન્ય આપ્યું છે તે ભવિષ્યમાં જ ખબર પડશે.
બોલીવૂડમાં ઘણા એવા સ્ટાર કિડ્ઝ છે જેમનામાં અભિનય પ્રતિભા ન હોવા છતાં સરળતાથી ફિલ્મોમાં જોવા મળે છે અને વિરાસતના કારણે સતત ચર્ચામાં રહે છે. જ્યારે બીજી બાજું ખરેખર જેમનામાં પ્રતિભા છે તેવા કલાકારોને તક મળતી નથી.
પરંતુ અંતે તો કહેવાય છે કે, પ્રતિભા જ ટકી રહે છે. તુષાર કપૂર, ઈશા દેઓલ, ઉદય ચોપરા જેવા સ્ટાર કિડ્ઝ જોવા મળતા જ નથી. બીજી તરફ ટેલેન્ટેડ હોય એવા કલાકારોને કોઈ ગોડફાધર ન હોય તો પણ બોલિવૂડમાં પૂરતી તક મળી છે. જેમ કે ઈરફાન ખાન અને નવાઝુદ્દીન સિદ્દીકી જેવા અભિનેતાઓ. સલમાન ખાન પણ ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી છે તેમ છતાં તેણે જાત મહેનતને પોતાની એક અલગ ઓળખ બનાવી છે.
‘ધ આર્ચિઝ’માં અમિતાભ બચ્ચનના દોહિત્ર અગત્સ્ય નંદા, શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાન, બોની કપૂર-શ્રીદેવીની નાની પુત્રી ખુશી કપૂર જેવા સ્ટાર કિડ્ઝ છે, તો બીજી બાજુ નોન-ફિલ્મી બેકગ્રાઉન્ડના કિડ્ઝ સ્ટાર છે. હવે આ ફિલ્મી અને નોન ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી કોણ બાજી મારે તે સમય જ બતાવશે. અહીં કેટલાક સ્ટાર કિડ્ઝની વાત રજૂ કરવામાં આવી છે.
ખુશી કપૂર
એક સમયની લોકપ્રિય અભિનેત્રી સ્વ. શ્રીદેવી અને બોની કપૂરની નાની પુત્રી ખુશી કપૂરે ફિલ્મ ‘ધ આર્ચિઝ’ થી ફિલ્મી જગતમાં પદાર્પણ કર્યું છે. તેમાં તે બેટી કપૂરનાં પાત્રમાં છે. જાહ્નવી કપૂર બાદ હવે ખુશી કપૂર પણ ફિલ્મ જગતમાં પોતાનું નસીબ અજમાવી રહી છે.
સુહાના ખાન
શાખહુખ ખાનની પુત્રી સુહાના ખાને પણ ‘ધ આર્ચિઝ’ફિ્લમથી અભિનય યાત્રાની શરૂઆત કરી છે. ફિલ્મમાં તે વેરોનિકાનાં પાત્રમાં છે. અભિનયમાં નસીબ અજમાવનારી સુહાના અગાઉ ‘ધ ગ્રેટ પાર્ટ ઓફ બ્લુ’ નામની શોર્ટ ફિલ્મમાં પણ અભિનય હુનર બતાવી ચૂકી છે. તે એક જાણીતી બ્યૂટી બ્રાન્ડની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. અને સુહાના ખાન ‘વોગ ઈન્ડિયા’ મેગેઝિનનાં કવર પેજ પર પણ ચમકી હતી. સોશિયલ મીડિયા પર સુહાના ખાનની સારી એવી ફેન ફોલોઈંગ છે. આમ તે સોશિયલ મીડિયાની તો સ્ટાર છે, પણ હવે બોલિવૂડ સ્ટાર બનવામાં કેટલી સફળ રહે છે તે જોવું રહ્યું. સુહાનામાં ખરેખર પિતા જેવી પ્રતિભા છે કે નેપોટિઝનના નામે તેની પસંદગી થઈ છે?
અગત્સ્ય નંદા
અગત્સ્ય નંદા પણ વેલનોન ફિલ્મી ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી છે. અગત્સ્ય અમિતાભ બચ્ચનનો દોહિત્ર અને અભિષેક-ઐશ્વયર્યા બચ્ચનનો ભાણીયો છે. શ્વેતા બચ્ચન અને નિખિલ નંદાના આ પુત્રએ પણ ઝોયા અખ્તરની ફિલ્મથી અભિનય ક્ષેત્રમાં પદાર્પણ કર્યું છે. આ ફિલ્મમાં તેનું પાત્ર ફિલ્મનાં નામ પરથી જ આર્ચી એન્ડ્રુ છે. આ ઉપરાંત અગત્સ્ય દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર સાથે પણ ‘ઈક્કીસ’ નામની ફિલ્મમાં જોવા મળશે. શ્રીરામ રાઘવન દિગ્દર્શિત આ ફિલ્મમાં તેણે આર્મી ઓફીસરનું પાત્ર ભજવ્યું છે.

LEAVE A REPLY

eight + 7 =