Indian businessman Mukesh Ambani, buy Liverpool club
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી (ફાઇલ ફોટો) REUTERS/Amit Dave/File Photo

મુકેશ અંબાણીના વડપણ હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે શુક્રવારે જાહેરાત કરી હતી કે તેનું સોલર એકમ રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર લિમિટેડ આશરે 100 મિલિયન પાઉન્ડમાં યુકેની સોડિયમ આયન બેટરી ટેકનોલોજી કંપની ફેરાડિયનને હસ્તગત કરશે.

નિયમનકારી માહિતીમાં કંપનીએ જણાવ્યું હતું કે રિલાયન્સ ન્યૂ એનર્જીએ 100 મિલિયન પાઉન્ડના એન્ટરપ્રાઇઝ વેલ્યૂને આધારે 94.42 મિલિયન પાઉન્ડના કુલ મૂલ્યમાં સેકન્ડરી ટ્રાન્ઝેક્શન મારફત ફેરાડિયનના 100 ટકા ઇક્વિટી શેર ખરીદવા ફેરાડિયન અને તેના શેરહોલ્ડર્સ સાથે એક સમજૂતી કરી છે.

રિલાયન્સ ન્યૂ એનર્જી કોમર્શિયલ એક્ટિવિટી શરૂ કરવા માટે 25 મિલિયન પાઉન્ડ (આશરે રૂ. 250 કરોડ)નું મૂડીરોકાણ પણ કરશે. રિલાયન્સ ભારતના જામનગર ખાતે ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સ પ્રોજેક્ટમાં તેની સૂચિત સંપૂર્ણ સંકલિત ઊર્જા સંગ્રહ ગીગા ફેક્ટરીમાં ફેરાડિયનની અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરશે.

યુકેમાં શેફિલ્ડ અને ઓક્સફોર્ડ સ્થિત આ કંપની અને તેની સોડિયમ-આયન બેટરી ટેક્નોલોજીની પેટન્ટ સાથે, ફેરાડિયન અગ્રણી વૈશ્વિક બેટરી ટેકનોલોજી કંપનીઓમાંની એક છે. તે સોડિયમ-આયન ટેક્નોલોજીના વિવિધ પાસાઓને આવરી લેતો સ્પર્ધાત્મક રીતે શ્રેષ્ઠ, વ્યૂહાત્મક, વિસ્તૃત અને વ્યાપક IP પોર્ટફોલિયો ધરાવે છે. ફેરાડિયનની સોડિયમ-આયન ટેક્નોલોજી વૈકલ્પિક બેટરી ટેક્નોલોજીની સરખામણીમાં નોંધપાત્ર ફાયદાઓ આપે છે.