પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકન ધરતી પર એક શીખ અલગતાવાદી ગુરુપતવંતસિંહ પન્નુની  હત્યાના નિષ્ફળ કાવતરામાં ભારતની સંડોવણીના આરોપ વચ્ચે એફબીઆઈના ડાયરેક્ટર ક્રિસ્ટોફર રે આગામી અઠવાડિયે ભારતની મુલાકાત લેશે. ભારત ખાતેના અમેરિકાના રાજદૂત એરિક ગાર્સેટીએ બુધવારે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં આ અંગેની જાહેરાત કરી હતી, પરંતુ તેની વધુ વિગતો આપી ન હતી.

ભારતની સરકારે કાવતરામાં કોઈપણ સંડોવણીનો ઇનકાર કર્યો છે. ભારતે જણાવ્યું હતું કે રેની ભારત યાત્રાનું આયોજન કેટલાક સમયથી કરવામાં આવ્યું હતું. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે જણાવ્યું હતું કે એફબીઆઈ ડિરેક્ટરની મુલાકાતની યોજના છેલ્લાં કેટલાક સમયથી ઘડવામાં આવી રહી હતી.

ગયા સપ્તાહે મેનહટનમાં ફેડરલ પ્રોસિક્યુટર્સે જણાવ્યું હતું કે એક ભારતીય નાગરિકે ઉત્તર ભારતમાં સાર્વભૌમ શીખ રાજ્યની હિમાયત કરનારા ન્યૂયોર્ક સિટીના રહેવાસીની હત્યા કરવાના કાવતરામાં એક અનામી ભારતીય સરકારી કર્મચારી સાથે કામ કર્યું હતું. તે સમયે, ભારતે આરોપો અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તેને સરકારની નીતિની વિરુદ્ધ ગણાવી હતી.

LEAVE A REPLY

seventeen + 14 =