સદગુરુ સાથે સંવાદ

સામાન્ય માન્યતા એવી છે કે લોકો મૃત્યુથી ડરે છે, પણ એ ખોટી માન્યતા છે. લોકોને મૃત્યુનો ડર નથી. હા સાંભળીને આશ્ચર્ય થશે પણ એ હકીકત છે. લોકોને ડર તે બાબતનો જ હોય છે જેનાથી તેઓ અજાણ હોય છે, તેઓ જેનાથી પરિચિત હોતા નથી, પછી તે બાબત કે વસ્તુ કોઈપણ હોઈ શકે છે.

આમ તમે જેનાથી પણ ડરતાં હો તેને કુદરતી રીતે ટાળો છો અથવા તો તેને કેમ ટાળી શકાય તે માટે પ્રયત્ન કરો છો. તમે તે દરેક વસ્તુને ટાળવાનો પ્રયાસ કરો છો જેનાથી તમે પરિચિત નથી તો તમે તમારી સાથે ક્યારેય કશું સુનિશ્ચિત કરવા માટે આકરો પ્રયાસ કરી રહ્યા છે. માનવતાની કમનસીબી કેવી છે કે એકબાજુ આપણે તે સતત જોવાનો પ્રયત્ન કરીએ છીએ કે આપણી સાથે કંઈ નવું ન થાય, બીજી બાજુ આપણે સતત ફરિયાદ કરીએ છીએ કે આપણું જીવન નીરસ અને કંટાળાજનક છે. આ એક સ્વપરાજયની સ્થિતિ છે જે લોકોએ જાતે સ્વીકારી લીધી છે અને પોતાને એક કોશેટામાં બંધ કરી દીધા છે.

મંદિર, ચર્ચ કે મસ્જિદમાં જવું અને ઇશ્વરને પ્રાર્થના કરવાનું પણ ભયમાંથી જ ઉદભવે છે. મોટાભાગના લોકો ઇશ્વરનો ડર રાખે છે. ભગવાનની પૂજા લોકો શ્રદ્ધાથી ઓછી પણ ભયથી વધુ કરે છે. લોકોમાં ડર ન હોત તો મોટાભાગના લોકો ક્યારેય મંદિર, ચર્ચ અથવા મસ્જિદમાં જતા ના હોત. આમ જુઓ તો ભય તમને ક્યાં-ક્યાં લઈ જાય છે?

આટલું વાંચીને તમને થાય કે આ બધુ તો બરોબર પણ આ ભય કે ડરથી છૂટકારો કેવી રીતે મેળવવો? તમે આ ભયને ભગાડવાનો પ્રયાસ કરશે તો તે જશે નહી. તમે બહાદુર બનશો તો પણ ભય નહીં જાય. તમે હિંમતવાન બનશો તો પણ ભય જશે નહી. આવું એટલા માટે કે બહાદુરી અને હિંમત એ વિવિધ અભિવ્યક્તિઓ છે, ભયના વિવિધ સ્વરૂપો છે. વ્યક્તિની અંદર ભૌતિકતાની બહારનું પરિમાણ જીવંત વાસ્તવિકતા બની જાય તો જ તે ભયમુક્ત થશે.

આપણે પાંચેય જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે અનુભવીએ છીએ તે બધુ જ ભૌતિક છે. ઇન્દ્રિય અંગો ભૌતિકતા સિવાય કશું પણ અનુભવી શકતા નથી. તેથી આપણો બધો અનુભવ ફક્ત સંવેદના સુધી મર્યાદિત છે, જેથી તમે જે જાણો છે તે બધુ માત્ર ભૌતિક છે. તમે ભગવાન કહો છો, તે પણ ભૌતિક છે. તમે કહો છો કે મારી લાગણી, મારો વિચાર, મારો પ્રેમ બધુ ભૌતિક છે. આનું કારણ એ છે કે જેમ શરીર ભૌતિક છે તેમ મન પણ ભૌતિક છે. કદાચ સૂક્ષ્મ, પરંતુ હજુ પણ ભૌતિક છે. તેથી તમે જીવન અને વિશ્વ તરીકે તમારા અસ્તિત્વને જાણો છે તે બધુ ભૌતિક જ છે.

આમ અસ્તિત્વ બોધની રીતે ભૌતિક સતત જોખમમાં છે, કારણ કે ભૌતિક અર્થ તે હંમેશા મર્યાદિત સીમાઓની અંદર છે. તે હંમેશ આ સીમાંકિત છે. કોઈપણ વસ્તુની સાથે જે મર્યાદિત હોય છે તેને ગુમાવવાનો ડર હંમેશા રહે છે. સમાવિષ્ટ સીમાની અંદર જે કંઇપણ અસ્તિત્વમાં છે તે સતત જોખમ હેઠળ છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ભૌતિકતાની રીતે તમે સતત જોખમમાં છો. તમે ભલે અત્યારે ગમે તેટલા સ્વસ્થ, મજબૂત કે યુવાન છો પણ આવતીકાલે સવારે તમે મરી જશો. હું તમને કદાચ તે કહેવા ઇચ્છતો નથી, પરંતુ તમે કદાચ મરી રહ્યા છો. કારણ કે તમારું શારીરિક જોખમ અવિરત છે. તેને કોઈ ટાળી શકતું નથી.

જો તમારા જીવનનો અનુભવ ભૌતિકતા પૂરતો મર્યાદિત હોય, તો તમારા જીવનમાં ભય હંમેશા કુદરતી સાથી બની રહેશે. ત્યાં બીજું શું છે કે નહી તે કોઈ વાંધો નથી, સતત ભય જ તમારો સાથી રહેશે. ફક્ત તમારા જીવનમાં તમે પાછા ફરીને જુઓ. તમારી જાતને શિક્ષિત કરો. તમે નોકરી શોધો, લગ્ન કરો કેમકે બીજી કોઈ સુરક્ષા નથી. તમે તમારા જીવનમાં જે કર્યુ છે તે લગભગ દરેક વસ્તુ સુરક્ષાની શોધમાં છે. ડરના લીધે સલામતીની જરૂરિયાત સર્જાય છે. ડર એ મૂળભૂત લાગણી છે અને બાકીનું બધું તેમાંથી જ ઉદભવે છે.

આજે વ્યક્તિના જીવનમાં ભય એક મૂળભૂત હિસ્સો બની ગયો છે, કારણ કે વ્યક્તિનો અનુભવ ભૌતિકતાથી આગળ વધ્યો નથી. તમારા જીવનનો અનુભવ ભૌતિકતાથી આગળ વધે, જો ભૌતિકતાની બહારની કોઈ વસ્તુ તમારી અંદર જીવંત, વાસ્તવિકતા બની જાય છે તો તમે જોશો કે ભય અસ્તિત્વમાં જ નથી. ડર એવી વસ્તુ નથી કે જેને તમે જીતી લો, તે એવી વસ્તુ છે જેને તમે બનાવવાનું કે અનુભવવાનું બંધ કરો. તમે કંઇક બનાવી શકતા નથી અને પછી તેને જીતી શકતા નથી, કારણ કે જો તમે ડરને જીતી લો છો તો પણ તમે હંમેશા તેમાથી વધુ ડર પેદા કરી શકો છો. તેથી જો તમે ભય પેદા કરવાનું જ બંધ કરો તો અહીં આ સમગ્ર પ્રક્રિયા પૂરી થઈ જાય છે. તમે તેનું સર્જન ફક્ત એટલા માટે જ કરો છો કેમ કે તમારો અનુભવ અને તમારી ઓળખ ભૌતિકતા સુધી એટલી મર્યાદિત છે કે ભય એક કુદરતી પ્રક્રિયા બની જાય છે.

આમ આ રીતે ભયનો વિકાસ થયો છે. તેને ખોટા સંદર્ભમાં લેવામાં આવી રહ્યો છે, કારણ કે તમે તમારા જીવનમાં તે બાબતને ખોટા સંદર્ભમાં લો છો અથવા તો તેના બદલે ભૌતિકતાના મર્યાદિત સંદર્ભમાં પકડો છો. જો તમે તમારા જીવનના અનુભવને ભૌતિકતાથી આગળ લઈ જવાનો પ્રયત્ન કરશો, તો તમે તમારા અનુભવને જીવનની ભૌતિકતાની મર્યાદાઓથી આગળ વધારવાનો પ્રયત્ન કરશો, તેના લીધે ભયનું બાષ્પીભવન થશે. આવી વસ્તુ તમારા જીવનમાં પણ નહી હોય, અને જે અસ્તિત્વમાં નથી તેના વિશે કંઈ કરવાની જરૂર નથી.

– Isha Foundation

LEAVE A REPLY