Festival of lights in Akshardham

ભારતીય સંસ્કૃતિની પવિત્ર ભાવનાઓ વહાવતું ‘સ્વામિનારાયણ અક્ષરધામ’ એ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ દ્વારા ભગવાન શ્રી સ્વામિનારાયણને અપાયેલી દિવ્ય અને ભવ્ય અંજલી છે. અક્ષરધામના દર્શનથી હજારો-લાખો દર્શનાર્થીઓ શાંતિ, સંવાદિતા અને દિવ્યતાની અનુભૂતિ કરે છે.
આ વર્ષે તા. ૧૫-૧૨-૨૦૨૨ થી તા. ૧૫-૦૧- ૨૦૨૩ દરમિયાન અમદાવાદમાં ‘બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ’ની ઉજવણી થશે. એમના શતાબ્દી પર્વે આ વર્ષે ‘સ્વામિનારાયણ અક્ષરધામ’ હજારો દીવડાઓ વચ્ચે પ્રકાશથી દેદીપ્યમાન બની દર્શનાર્થીઓના જીવનમાં પ્રેમ, કરૂણા, શાંતિ, સૌહાર્દ, સંવાદિતા, વિશ્વબંધુત્વ, સાંસ્કૃતિક અસ્મિતા આદિ અનેકવિધ દીવડાઓ પ્રગટાવી જીવનને ઉન્નત બનાવવાનો સંદેશ વહાવશે.
સોમવાર, તા. ૨૪-૧૦- ૨૦૨૨ થી રવિવાર, તા. ૩૦-૧૦- ૨૦૨૨ સુધી રોજ સાંજે ૬.૦૦ થી ૭.૪૫ દરમિયાન આંતરિક ઉજાસનો આ ઉત્સવ સહુ કોઇ માણી શકશે.
તા. ૨૪-૧૦- ૨૦૨૨, સોમવારના દિવસે સ્વામિનારાયણ અક્ષરધામ ખુલ્લું રહેશે.

LEAVE A REPLY

5 × two =