મુંબઈમાં ફિલ્મ 'મડગાંવ એક્સપ્રેસ'ના ટ્રેલર લોન્ચ દરમિયાન બોલીવુડ અભિનેત્રી નોરા ફતેહી (ANI Photo)
મડગાંવ એક્સપ્રેસની જાહેરાત થઇ ત્યારે દર્શકો એવું માનતા હતા કે આ ફિલ્મ દિલ ચાહતા હૈની સીક્વલ હશે પણ ટ્રેલર જોયા પછી એ ધારણા ખોટી પડી હતી. મડગાંવ એક્સપ્રેસમાં ભલે ત્રણ મિત્રોની જ વાત હોય, ભલે એમાં એ ત્રણ મિત્રોને ગોવા જતાં બતાવવામાં આવ્યા હોય પણ તેની સ્ટોરી એકદમ અલગ જ છે.  આ ફિલ્મને ફરહાન અખ્તર અને રિતેશ સિધવાની પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મથી કુણાલ ખેમુએ દિગ્દર્શક તરીકે પદાર્પણ કર્યું છે.
આ અંગે કુણાલ કહે છે કે, કારકિર્દીની પહેલી સફરમાં બાળકલાકાર તરીકે અઢળક સફળતા મળી હતી પણ બીજી સફરમાં યુવા એક્ટર તરીકે ધારેલી સફળતા નથી મળી એટલે આશા રાખું કે, ડાયરેક્ટર તરીકે બમણી સફળતા મળે. વડગાંવ એક્સપ્રેસ માટે અમે બધાંએ બહુ જ મહેનત કરી છે. અમે વાર્તાથી લઇને દરેક જગ્યાએ બારીકાઇ રાખીને અમારું શ્રેષ્ઠ કામ આપવાનો પ્રયત્ન કર્યો છે.
મડગાંવ એક્સપ્રેસમાં પ્રતીક ગાંધી, દિવ્યેન્દુ અને અવિનાશ તિવારી છે. તેમની સાથે નોરા ફતેહ, ઉપેન્દ્ર અને છાયા કદમ પણ દેખાશે. પ્રતીક કહે છે કે, આ એક કોમેડી ફિલ્મ છે એટલે તેના શૂટિંગમાં અમને ખૂબ જ મજા આવી હતી. અમારા માટે મડગાંવ એક્સપ્રેસ એટલે અમારા બાળપણના સપના સમાન ગોવાની ટ્રીપ સાથે પ્લાન કરી હતી એ જ રીતે અમે પણ ગોવા જવાનાં સપનાં જોતા.
મને લાગે છે કે, દરેક છોકરાઓ આવું સપનું એક વાર તો જોતા જ હશે. આ ફિલ્મમાં પણ એવું જ બતાવાયું છે. અમે ત્રણેય મિત્રો નક્કી કરીને ગોવાની ટ્રીપ પ્લાન કરીએ છીએ અને એ ટ્રીપ જે રીતે નક્કી કરી હતી એમ જવાને બદલે એક અલગ જ ટ્રેક ઉપર ચડી જાય છે. અલગ ટ્રેક ઉપર ચડ્યા બાદ અમારી સાથે કેવા કેવા બનાવો બને છે અને તેમાંથી જે કોમેડી ઊભી થાય છે તે દર્શકોને ચોક્કસ જોવી ગમશે.
દિવ્યેન્દુ પણ આ ફિલ્મના શૂટિંગ સાથે જોડાયેલા પોતાના અનુભવ વર્ણવતા કહે છે કે, ફિલ્મનું શૂટિંગ મને કામ જેવું સહેજેય લાગ્યું નથી. હું જાણે કોઇ વેકેશન ઉપર હોઉં એવી અનુભૂતિ થતી હતી. અમે ગોવામાં સેટ ઉપર ભરપૂર મસ્તી કરી હતી. કુણાલ આમ તો અમારો ડાયરેક્ટર હતો પણ મસ્તીમાં એ અમને ત્રણેયને પાછળ મુકી આવતો. સાચું કહું તો પ્રતીક અમારામાંથી સૌથી શાંત.

LEAVE A REPLY

eighteen − 3 =