ગાંધીનગરમાં ફિલ્મફેર એવોર્ડ્સ 2025 માટે એમઓયુ હસ્તાક્ષર સમારોહ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, બોલીવુડ ફિલ્મ નિર્માતા કરણ જોહર, અભિનેતા વિક્રાંત મેસી અને અન્ય લોકો. (PTI Photo)

પ્રતિષ્ઠિત ફિલ્મફેર એવોર્ડ સમારોહ 2025 સતત બીજા વર્ષે ગુજરાતમાં યોજાશે. રાજ્યમાં 70માં ફિલ્મફેર એવોર્ડ્સ 2025નું આયોજન કરવા માટે રાજ્ય સરકારના પ્રવાસન નિગમ અને આયોજક કંપની વર્લ્ડવાઇડ મીડિયા (WWM) વચ્ચે કરાર થયાં હતાં.

સરકારે કહ્યું હતું છે કે આ હાઇ-પ્રોફાઇલ ઇવેન્ટ ગુજરાતના સમૃદ્ધ, વૈવિધ્યસભર આકર્ષણોને ઉજાગર કરવા અને સ્થાનિક અર્થતંત્રને વેગ આપવા માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરશે.હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં કલા અને તકનીકી શ્રેષ્ઠતાને સન્માનિત કરતા ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન  રાજ્યમાં સતત બીજા વર્ષે કરાશે. ગુજરાતે 2024માં (ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે) પ્રથમ વખત એવોર્ડ સમારોહનું આયોજન કર્યું હતું.ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ (TCGL) અને WWM વચ્ચેના MoU પર ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ધ ટાઇમ્સ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર વિનીત જૈનની હાજરીમાં હસ્તાક્ષર કરાયા હતાં. આ પ્રસંગે બોલિવૂડ ફિલ્મ નિર્માતા કરણ જોહર અને અભિનેતા વિક્રાંત મેસી પણ હાજર હતાં.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જણાવ્યું હતું કે સિનેમેટિક ટુરિઝમ પોલિસી 2022 હેઠળ ગુજરાત ફિલ્મ ઉદ્યોગ માટે એક કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે અને ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન આ યાત્રામાં એક સીમાચિહ્નરૂપ રહેશે.

 

LEAVE A REPLY