ભારતના કોમેડી જગતમાં સૌથી હિટ જોડી કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર ફરી એકવાર સાથે જોવા મળશે. બંનેએ પોતાની દુશ્મની ભૂલીને 6 વર્ષ પછી સાથે કામ કરવાનું નક્કી કર્યું છે. આ સુપરહિટ જોડી હવે નેટફ્લિક્સ પર કોમેડી શોમાં જોવા મળશે. આ શોમાં કૃષ્ણા અભિષેક, અર્ચના પુરણ સિંહ, કીકુ શારદા અને રાજીવ ઠાકુર સહિત ‘ધ કપિલ શર્મા શો’ની આખી ટીમ મનોરંજન રજૂ કરશે.
2018માં એક વિવાદ પછી, હાસ્યકાર કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર તેમના ચાહકોને હસાવવા માટે પાછા એકસાથે પાંચ ફરી રહ્યાં છે. એક વીડિયોમાં બંનેએ સાથે મળીને આ જાહેરાત કરી છે. આ શોને હજુ સુધી કોઈ નામ આપવામાં આવ્યું નથી. કપિલ શર્મા, સુનીલ ગ્રોવર અને ટીમના અન્ય સભ્યો અભિનીત તેમના નવા પ્રોજેક્ટનો પ્રોમો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો.
આ પ્રોમોમાં કપિલ અને સુનીલને ચાહકો સાથે વાત કરતા અને તેમને Netflix પર પાછા આવવાની માહિતી આપતા જોઈ શકાય છે. આ પછી કપિલ કહે છે, “અમે એકસાથે 190 થી વધુ દેશોમાં જઈ રહ્યા છીએ.” તેમની લડાઈ તરફ ઈશારો કરતા સુનીલ ગ્રોવર કહે છે, “ચાલો ઓસ્ટ્રેલિયા નહીં જઈએ.” કપિલ પૂછે છે, “કેમ?” સુનીલ જવાબ આપે છે, “તે ટાળો.” કપિલ કહે છે, “પણ તેઓ રાહ જોઈ રહ્યા છે.” સુનીલ સંમત થાય છે અને કહે છે, “ઠીક છે.” સુનિલે કટાક્ષ કર્યો, “પણ આપણે હવાઈ માર્ગે નહીં જઈએ, અમે રોડથી જઈશું.”

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments