મુંબઈના લાલબાગ વિસ્તારમાં શુક્રવારે 60 માળની ઇમારતમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા એકનું મોત થયું હતુ અને અનેક ઘાયલ થયા હતા (PTI Photo)

મુંબઈના લાલબાગ વિસ્તારમાં શુક્રવારે 60 માળની ઇમારતમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા એકનું મોત થયું હતુ અને અનેક ઘાયલ થયા હતા. 19મા માળે લાગેલી આગ 17મા અને 20મા માળ સુધી પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના પ્રયાસો બાદ આગ અંકુશમાં આવી હતી. આ આ આગ શહેરના લકર્ઝરી અવિજ્ઞા પાર્ક સોસાયટીમાં લાગી હતી.

આ આ આગનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં દેખાય છે કે આગથી બચવા માટે 19મા માળે ગ્રિલ પર એક માણસ 10 મિનિટ સુધી લટકી રહ્યો છે. દરમિયાન તેનો હાથ છટકી ગયો અને નીચે પડી જતાં તેનું મોત નીપજ્યું હતું. BMCએ આ બાબતે તપાસના આદેશ આપ્યા છે.ફાયરબ્રિગેડ વિભાગની માહિતી મુજબ, આગની જાણ અવિઘ્નાપાર્ક બિલ્ડિંગમાં સવારે 11.51 વાગ્યે થઈ હતી. નજીકના ફાયરબ્રિગેડ સ્ટેશનથી આગને કાબૂમાં લેવા ઘટનાસ્થળે 15 ફાયરબ્રિગેડની ગાડીઓ મોકલવામાં આવી હતી.