Ahead of G-20 summit, tourist rush to Kashmir
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

જમ્મુ કાશ્મીર પ્રથમ વિદેશી રોકાણ રોકાણ મેળવવા સજ્જ બન્યું છે. દુબઈના એમાર ગ્રૂપ $60 મિલિયનના રોકાણ સાથે શ્રીનગરમાં શોપિંગ અને ઓફિસ કોમ્પ્લેક્સનું નિર્માણ કરશે. રૂ. 5 બિલિયન ($60.50 મિલિયન)ના વિકાસમાં શ્રીનગરમાં શોપિંગ મોલ અને બહુહેતુક કોમર્શિયલ ટાવરનો સમાવેશ થશે, એવી એમારે રવિવારે જાહેરાત કરી હતી. બીજી તરફ ૩૭૦ની કલમ હટાવ્યા પછી કેન્દ્રશાસિત પ્રદેશનો દરજજો ધરાવતા જમ્મુ કાશ્મીરમાં ૨૦૨૨ના વર્ષમાં દોઢ કરોડથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી, જે ૧૯૪૭માં કાશ્મીર ભારતનું અંભિન્ન અંગ બન્યું એ પછી એક રેકોર્ડ છે. 

ગયા સપ્તાહે સરકારે જાહેરાત કરી હતી કે જમ્મુ અને કાશ્મીરને નાણાકીય વર્ષ 2022-23 (એપ્રિલ-માર્ચ)ના પ્રથમ 10 મહિનામાં 15 અબજ રૂપિયા ($181 મિલિયન)નું રેકોર્ડ રોકાણ મળ્યું હતું. સરકાર લાંબા સમયથી સ્થાનિક અને વિદેશી રોકાણકારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે.પરંતુ પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદને કારણે આ વિસ્તારમાં રોકાણ આવતું નથી.  

“મોલ ઓફ શ્રીનગર”નો શિલાન્યાસ કર્યા બાદ એમાર પ્રોપર્ટીઝ EMAR.DUના સીઈઓ અમિત જૈને પત્રકારોને જણાવ્યું હતું કે રોકાણની પોઝિટિવ  અસર થશે. આ શરૂઆત છે, આપણે લોકોને પ્રેરણા આપવી જોઈએ, લોકો અમારુ અનુકરણ કરે ઈચ્છા રાખવી જોઈએ. આ 500 દુકાનો સાથેનો 10 લાખ ચોરસ ફૂટનો મોલ છે અને તે લગભગ 7,000 થી 8,000 નોકરીઓનું સર્જન કરશે.  

બુર્જ ખલિફા નામના વિશ્વના સૌથી ઊંચા ટાવરનું નિર્માણ કરનાર એમાર દુબઇની સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપની છે. દુબઈ સરકાર તેના સોવરિન ફંડ મારફત આ કંપનીમાં લઘુમતી હિસ્સો ધરાવે છે. 

ઓગસ્ટ 2019 માં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે જમ્મુ અને કાશ્મીર કલમ 370 નાબૂદ કરી હતી અને વિશેષ હકો નાબૂદ કર્યા હતા. ૧૯૯૦ના દાયકામાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદે જમ્મુ કાશ્મીરમાં કાળો કેર વરતાવ્યો હતો.  પ્રવાસન ઉધોગ પર વિપરિત અસર થતા રોજગાર ધંધા ભાગી પડયા હતા. મૂડી રોકાણ પણ ઠપ્પ હતું.  

LEAVE A REPLY

eighteen + three =