(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

કોરોના અને લોકડાઉન પછી મનોરંજનના માધ્યમ- OTT પ્લેટફોર્મ્સની લોકપ્રિયતા વધી છે. અગાઉ નવી ફિલ્મો માત્ર થીયેટરમાં જ રિલીઝ થતી હતી, પરંતુ OTTના કારણે થીયેટર પરની નિર્ભરતા ઘટી છે અને કેટલીક ફિલ્મો તો માત્ર OTT માટે જ બને છે. OTTના વધી રહેલા મહત્ત્વને જાણીને મોટા અભિનેતાઓ પણ તેને સ્વીકારી રહ્યા છે. 2024માં ક્રિતિ સેનનની ફિલ્મો OTT પર સ્ટ્રીમ થવાની છે, જ્યારે વાણી કપૂર અને ઉર્મિલા માંતોડકર જેવી જાણીતી એક્ટ્રેસ સિરીઝના માધ્યમથી OTT પર પદાર્પણ કરી રહી છે. અગાઉના સમયમાં ટેલિવિઝન એક્ટર અને ફિલ્મ સ્ટારને અપાતી ટ્રીટમેન્ટમાં મોટો ફરક રહેતો હતો અને બોલીવૂડમાં ટીવી કલાકારોને આઉટ સાઈડર્સ માનવામાં આવતા હતા. બદલાતા સમયમાં ફિલ્મ સ્ટાર્સે OTTની મદદથી પોતાનું મૂલ્ય જાળવી રાખવા મથામણ શરૂ કરી છે.

ક્રિતિ સેનન

નવોદિત અભિનેત્રીઓમાં મોખરાનું સ્થાન ધરાવતી ક્રિતિ સેનની નવી ફિલ્મ તેરી બાતો મૈં એસા ઉલઝા જિયા તાજેતરમાં રિલીઝ થઈ હતી. આદિપુરુષની નિષ્ફળતાને ભૂલીને ક્રિતિએ આગેકૂચ જારી રાખી છે. ફિલ્મોમાં એક્ટિંગની સાથે ક્રિતિએ પ્રોડક્શનમાં પણ ઝંપલાવ્યું છે. પ્રોડ્યુસર તરીકે ક્રિતિની પ્રથમ ફિલ્મ દો પત્તી છે. તેમાં ક્રિતિએ એક્ટર અને પ્રોડ્યુસર તરીકે બેવડી જવાબદારી સંભાળી છે. ક્રિતિ સાથે આ ફિલ્મમાં કાજોલ પણ મહત્ત્વના રોલમાં છે.

અનુષ્કા શર્મા
અનુષ્કા શર્મા અને શાહરૂખ ખાનની ફિલ્મ ઝીરો બોક્સઓફિસ પર ફ્લોપ ગઇ હતી. ઝીરોના ધબડકા પછી શાહરૂખ ખાને પાંચ વર્ષનો બ્રેક લીધો હતો અને અનુષ્કા શર્મા પણ અંગત કારણોસર એક્ટિંગથી દૂર રહી હતી. અનુષ્કાએ 2022ના વર્ષમાં ‘કાલા’માં સ્પેશિયલ સોન્ગમાં હાજરી આપી હતી. પરંતુ અનુષ્કાનો પહેલો OTT પ્રોજેક્ટ ચકડા એક્સપ્રેસ હતો. ભારતીય ક્રિકેટર ઝુલન ગોસ્વામીના જીવન આધારિત આ ફિલ્મમાં અનુષ્કાનો લીડ રોલ હતો. 35 વર્ષની અનુષ્કાને ક્રિકેટ જર્સીમાં બોલિંગ કરતા ફોટોગ્રાફ્સ અગાઉ બહાર આવ્યા હતા છે. અનુષ્કાની આ ફિલ્મ 2024માં નેટફ્લિક્સ પર સીધી રિલીઝ થવાની છે.

વાણી કપૂર
વાણી કપૂરે ક્રાઈમ થ્રિલર સિરીઝ મંડાલા મર્ડર્સથી OTT પર આગમન કરવાનો નિર્ણય લીધો હતો. રાની મુખરજીની ફિલ્મ મર્દાની 2ના ડાયરેક્ટર ગોપી પુથરનનું તેમાં દિગ્દર્શન છે. યશરાજ ફિલ્મ્સ તેના પ્રોડ્યુસર છે. આમ, OTT પર પણ મોટા બેનર અને જાણીતા ફિલ્મ મેકર્સ આવી રહ્યા છે અને તેના કારણે ફિલ્મો જેવા જ મોટા બજેટ સાથે વેબસીરીઝ બની રહી છે.

ઉર્મિલા માંતોડકર
1990ના દાયકાની ચર્ચિત અભિનેત્રી ઉર્મિલા માંતોડકર લાંબા સમય સુધી એક્ટિંગથી દૂર રહી છે. કાજોલ અને સુષ્મિતા સેનની જેમ ઉર્મિલાએ પણ કમબેક કર્યું છે. ઉર્મિલાએ થ્રિલર વેબ સિરીઝ તિવારીથી શરૂઆત કરી છે. માતા અને દીકરીના ઈમોશનલ બોન્ડિંગની સાથે થ્રિલર ઘટનાઓ દર્શાવતી આ સિરીઝમાં 49 વર્ષની ઉર્મિલાએ એક્શન દૃશ્યો પણ ભજવ્યા છે.

સુરભી ચાંદના
ઈશ્કબાજથી લઇને નાગિન 5 સુધી અનેક ટીવી સિરિયલ દ્વારા જાણીતી બનેલી સુરભી ચાંદનાને પ્રથમ OTT પ્રોજેક્ટ મળ્યો છે. બરુણ સોબતીની વેબસીરીઝ રક્ષક-ઈન્ડિયાસ બ્રેવસ ચેપ્ટર 2માં તેને મહત્ત્વનો રોલ અપાયો છે. ભારતીય લશ્કરની બહાદુરી અને મિશનને ગર્વ સાથે રજૂ કરતો આ શો એમેઝોન મિનિ ટીવી પર સ્ટ્રીમ થશે. તાજેતરના સમયમાં સુરભી અન્ય કારણોસર પણ ચર્ચામાં છે. સુરભી ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે અને તેણે લગ્નમાં પહેરવા માટેનો મોંઘો ડ્રેસ ફ્રીમાં માગ્યો હતો. ડિઝાઈનરે સુરભી સાથે થયેલી વાતચીતને જાહેર કરી હોવાથી તે ચર્ચામાં હતી.

LEAVE A REPLY

12 − three =