Poonch: Army personnel stand guard near the site where two Army vehicles were ambushed by terrorists on Thursday, in Poonch district, Friday, Dec. 22, 2023. (PTI Photo) (PTI12_22_2023_000010B)

જમ્મુ અને કાશ્મીરના પુંચ જિલ્લામાં ગુરુવારે સાંજે સશસ્ત્ર આતંકવાદીઓએ આર્મીના બે વ્હિકલ પર કરેલા એક મોટા હુમલામાં પાંચ સૈનિકો શહીદ થયા હતાં અને બીજા ત્રણ ઘાયલ થયા હતાં. કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશનના સ્થળ પર સૈનિકોને લઇ આર્મી વાહનો જતાં હતા ત્યારે ત્રાસવાદીઓએ ફાયરિંગ ચાલુ કર્યું હતું. સૈનિકોએ તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો અને એન્કાઉન્ટર ચાલુ થયું હતું.

રાજૌરી જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ચાલી રહેલી અથડામણમાં ગુરુવારે વધુ એક જવાન શહીદ થયો હતો. આનાથી ગઈકાલથી અત્યાર સુધીમાં માર્યા ગયેલા કુલ આર્મી જવાનોની સંખ્યા પાંચ થઈ ગઈ હતી.

પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT)ની શાખા પીપલ્સ એન્ટી-ફાસિસ્ટ ફ્રન્ટ (PAFF)એ હુમલાની જવાબદારી સ્વીકારી હતી.

શહીદ થયેલા સેનાના જવાનોની ઓળખ કેપ્ટન એમવી પ્રાંજલ, કેપ્ટન શુભમ ગુપ્તા, હવાલદાર અબ્દુલ મજીદ, લાન્સ નાઈક સંજય બિષ્ટ અને પેરાટ્રૂપર સચિન લૌર તરીકે થઈ હતી.

જમ્મુ સ્થિત સંરક્ષણ પીઆરઓ લેફ્ટનન્ટ કર્નલ સુનીલ બર્તવાલે જણાવ્યું હતું કે બુધવારે રાત્રે પૂંચ જિલ્લાના થાનામંડી-સુરનકોટ ક્ષેત્રમાં ડેરા કી ગલીના સામાન્ય વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશેની નક્કર બાતમીના આધારે સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને તે પછી એન્કાઉન્ટર થયું હતું. વધારાના સુરક્ષા દળો આ સ્થળ પર જઈ રહ્યાં હતાં, ત્યારે આતંકવાદીઓએ આર્મીના વાહનો – એક ટ્રક અને એક જીપ્સી પર ફાયરિંગ કર્યું હતું. સૈનિકોએ હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો હતો. ચાલુ ઓપરેશનમાં ચાર સૈનિકો શહીદ થયા હતા અને અને ત્રણ ઘાયલ થયા હતાં. ઓપરેશન ચાલુ છે અને વધુ વિગતો મેળવવામાં આવી રહી છે.

એન્કાઉન્ટર સ્થળ પરથી શેરીમાં લોહીના ખાબોચીયા, સૈનિકોના તૂટેલા હેલ્મેટ અને સેનાના બે વાહનોની તૂટી ગયેલી વિન્ડસ્ક્રીન સાથેના વિચલિત કરી દેતી તસ્વીરો અને વીડિયો બહાર આવ્યાં હતા. અધિકારીઓએ સૈનિકોની આતંકવાદીઓ સાથેની હાથોહાથની લડાઈની શક્યતા પણ નકારી કાઢી ન હતી. અધિકારીઓએ કહ્યું હતું કે આતંકવાદીઓ ટાર્ગેટ બનાવેલા સૈનિકોના હથિયારો સાથે ભાગી ગયા હોય તેવી પણ શક્યતા છે.

ગયા મહિને રાજૌરી જિલ્લાના બાજીમાલ જંગલ વિસ્તારના ધર્મસાલ બેલ્ટમાં ત્રાસવાદીઓ કરેલા ઓંચિતા હુમલામાં બે કેપ્ટન સહિતના પાંચ સૈનિકોના મોત થયા હતા. બે દિવસ ચાલેલા એન્કાઉન્ટરમાં પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા (LeT) ક્વારીનો ટોચના કમાન્ડરનો સફાયો થયો હતો. આ આતંકી 10 નાગરિકો અને પાંચ સૈનિકોના મોત સહિત કેટલાંક હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો.

રાજૌરી અને પુંચ જિલ્લાની સીમા પર આનેવા ડેરા કી ગલી અને બફલિયાઝ વચ્ચેનો વિસ્તાર ગીચ જંગલોથી ઘેરાયેલો છે અને તે ચમરેર જંગલ અને પછી ભાટા ધુરિયાના જંગલ તરફ દોરી જાય છે. આ સ્થળ પર આ વર્ષે 20 એપ્રિલે આર્મીના વાહન પર ઓચિંતા હુમલામાં પાંચ સૈનિકો માર્યા ગયા હતા.

 

 

LEAVE A REPLY

18 − 7 =