Getty Images)

અમેરિકાના પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટને ડોનાલ્ડ ટ્રમ્પ પર ભારે પ્રહાર શરૂ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ટ્રમ્પની વહીવટી તંત્ર હેઠળ ઓવલ ઓફિસ કમાન્ડ સેન્ટરને બદલે તોફાની કેન્દ્ર બની ગઇ છે અને તેમના માટે પ્રમુખપદ એટલે આખા દિવસ ટીવી જોવું અને સોશિયલ મીડિયા પર લોકો સાથે ગપશપ કરવી અને પોતે કરેલા નિષ્ફળ કાર્યોની જવાબદારીથી છટકવું.

‘ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે આપણે વિશ્વનું નેતૃત્વ કરીએ છીએ. પણ વાસ્તવિકતા એ છે કે આપણો દેશ એકમાત્ર દેશ છે જ્યાં ઔધ્યોગિક અર્થતંત્રમાં બેરોજગારી ત્રણ ગણી વધી’એમ ૨૦૨૦ ડેમોક્રેટિક કન્વેન્શનના બીજા દિવસે પોતાના ભાષણમાં પૂર્વ પ્રમુખે કહ્યું હતું. આ કન્વેનશનમાં પૂર્વ ઉપ પ્રમુખ જો બિડેનને પક્ષના પ્રમુખપદના ઉમેદવાર નોમિનેટ કરાયા હતા. ભારતીય અમેરિકી કમલા હેરિસ ઉપ પ્રમખપદના તેમના સાથી રહેશે.

ક્લિન્ટને કહ્યું હતુ કે અમેરિકાના પ્રમુખની ચૂંટણી વિશ્વની સૌથી મહત્તવની ચૂંટણી હોય છે અને આ વર્ષે કોવિડ-૧૯ની મહામારી જેણે ૧૭૦,૦૦૦ અમેરિકનોના જીવ લીધા હતા તેમજ સાખો લોકોની નોકરીઓ છીનવી લીધી હતી તેને જોતાં કહી શકાય કે આ ચૂંટણી એક ‘ટોલ ઓર્ડર’છે. ‘આજના જેવા સમયે ઓવલ ઓફિસ તો કમાન્ડ ઓફિસ બનવી જોઇએ, પરંતુ બની ગઇ છે ‘તોફાની કેન્દ્ર’.

ઓવલ ઓફિસમાં માત્ર અરાજકતા છે. એક વાત ક્યારે પણ બદલાઇ નથી અને તે છે દરેક નિષ્ફળતાની જવાબદારીમાંથી છટકવું તેમજ અન્યો પર દોષારોપણ કરવા. વાત ત્યાં જ પુરી થતી નથી, એમ ક્લિન્ટને કહ્યું હતું.કોરોના મહામારીને નાથવા અંગે ટ્રમ્પની કામગીરી પર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે પહેલાં તો ટ્રમ્પે કહ્યું હતું કે વાઇરસ નિયંત્રણ કરી લેવાયું છે અને પછી કહ્યું હતું કે સલાહકારોની મદદ લેવાય છે. વોટ એ ગ્રેટ જોબ.