REUTERS/Brian Snyder/File Photo

હાર્વર્ડ યુનિવર્સિટી સાથે વધતા વિવાદ વચ્ચે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે આ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા અથવા એક્સચેન્જ પ્રોગ્રામમાં ભાગ લેવા માંગતા વિદેશી નાગરિકોના અમેરિકા પ્રવેશને છ મહિના માટે સ્થગિત કરી દીધો હતો. તાત્કાલિક અમલમાં આવેલા આ આદેશમાં હાર્વર્ડમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને નવા F-1, M-1 અને J-1 વિઝા આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ઇમિગ્રેશન અધિકારીઓને કેસ-બાય-કેસના આધારે હાલના વિઝા રદ કરવાનો વિચાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

કેમ્બ્રિજ સ્થિત યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશવાથી રોકવા માટેના આ આદેશ માટે રાષ્ટ્રીય સુરક્ષાના કારણો આપવામાં આવ્યાં છે. હાર્વર્ડે એક નિવેદનમાં ટ્રમ્પના આ આદેશને વધુ એક ગેરકાયદેસર બદલો લેવાનું પગલું ગણાવીને જણાવ્યું હતું કે હાર્વર્ડ તેના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું રક્ષણ કરવાનું ચાલુ રાખશે.

આ સસ્પેન્શન છ મહિનાથી વધુ લંબાવી શકાય છે. ટ્રમ્પના આદેશમાં માપદંડો પૂરા ન કરતાં હાલના શૈક્ષણિક અને એક્સ્ચેન્જ વિઝા રદ કરવા પણ અમેરિકાના વિદેશ વિભાગને આદેશ અપાયો છે.

ટ્રમ્પ વહીવટીતંત્ર દેશની સૌથી જૂની અને સૌથી ધનાઢ્ય યુનિવર્સિટી પર ચોરે તરફથી હુમલો કરી રહ્યાં છે. અગાઉ અબજો ડોલરની ગ્રાન્ટ અને અન્ય ભંડોળ સ્થગિત કરી દીધું છે અને તેની કરમુક્તિનો દરજ્જો સમાપ્ત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેના કારણે કાનૂની વિવાદો ઊભા થયા છે. હાર્વર્ડનો દાવો છે કે વહીવટી, વિચારધારાને નિયંત્રિત કરવાની માગણીઓને તાબે ન થવાથી સરકાર આ બદલો લઈ રહી છે.

LEAVE A REPLY