WASHINGTON, DC - OCTOBER 10: Ohio Gov. John Kasich participates in a discussion as part of the Brookings Institution's Middle Class Initiative October 10, 2018 in Washington, DC. Kasich, a Republican, and Colorado Gov. John Hickenlooper, a Democrat, participated in the discussion and found common ground on issues related to the economy, trade, education and other areas. Both governors are seen as potential 2020 presidential candidates. (Photo by Chip Somodevilla/Getty Images)

અમેરિકાની પ્રમુખપદની ચૂંટણી નજીક છે ત્યારે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના રિપબ્લિકન પક્ષના જીવનભરના સાથીદાર જૉન આર કસિચે પક્ષપલટો કર્યો હતો અને ડેમો ક્રેટિક પક્ષના ઉમેદવાર જો બીડેનને ટેકો જાહેર કર્યો હતો. ન્યૂયોર્ક ટાઇમ્સના એક અહેવાલ મુજબ કાસિચ અમેરિકન સમય મુજબ સોમવારે રાત્રે ડેમોક્રેટિક પક્ષની એક બેઠકને સંબોધન કરવાના હતા અને જો બીડેનને ટેકો જાહેર કરવાના હતા. ઓહાયોના ગવર્નર રહી ચૂકેલા સેનેટર કસિચ 2016માં ટ્રમ્પ વિરુદ્ધ પ્રમુખપદની ઉમેદવારી માટે પણ લડ્યા હતા.

કસિચ રિપબ્લિકન પક્ષના એક બહુ મોટા ગજાના નેતા ગણાય છે. તેમણે કહ્યું હતું કે હું હજુ પણ રિપબ્લિકન જ છું. દેશને વધુ બરબાદ થતો જોવાની મારામાં શક્તિ નતી. મને એમ હતું કે સમયના વહેવા સાથે ટ્રમ્પ બદલાશે પરંતુ એવું ન થયું. દેશના આત્માને કચડવામાં આવી રહ્યો છે. એવા સમયે હું મૂગો બેસી રહી શકું નહીં. સંજોગો જોઇને હું વ્યથિત થયો છું એમ તેમણે કહ્યું હતું.

જો કે એક સર્વે મુજબ માત્ર 38 ટકા ડેમોક્રેટ્સ કસિચને આવકારી રહ્યા હતા. આ લોકોની દલીલ એવી હતી કે બીડેને રિપબ્લિકન પક્ષના સેનેટરોને આકર્ષવાની જરૂર નથી, મતદારોને આકર્ષવાની જરૂર છે. આમ તો કસિચ છેલ્લાં ચારેક વર્ષથી સતત ટ્રમ્પનો વિરોધ કરી રહ્યા હતા.

તેમણે કહ્યું કે વ્યક્તિગત રીતે મને ટ્રમ્પ સામે કોઇ વાંધો વિરોધ નથી. પરંતુ સમયસર પગલાં લેવામાં નહીં આવે તો દેશ કદી ઊંચો નહીં આવી શકે. મને બીડેન સામે પણ વિરોધ છે. એની સાથે પણ મતભેદ છે પરંતુ અત્યારે રાષ્ટ્રનું હિત જોવાનું છે. જો કે ટ્રમ્પના પ્રચાર અધિકારી ટીમ મૉર્ટગે કહ્યું કે કસિચના જવાથી ટ્રમ્પને કશો ફરક પડવાનો નથી.