Nikki Haley's Cautionary Approach to Abortion
Getty Images)

સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UN)માં અમેરિકાના પૂર્વ રાજદૂત નિક્કી હેલીએ કહ્યું કે રાષ્ટ્રપતિ શી જિનપિંગના નેતૃત્વમાં ચીન વધારે વર્ચસ્વ અને ધાક જમાવી રહ્યું છે. તેણે અન્ય દેશો સામે આંગળીઓ ચીંધવાનું શરુ કરી દીધું છે. જિનપિંગ સત્તામાં આવ્યા બાદ UNમાં પણ ચીનનું વલણ આક્રમક થયું છે. તે હવે લીડરશીપ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેણે આ માટે તમામ સાથે વાત કરવાની પણ શરુ કરી દીધી છે.

પરંતુ તેનું આ વર્તન લાંબો સમય ચાલશે નહિ. હેલીએ મંગળવારે ફોક્સ ન્યુઝને આપેલા એક ઇન્ટરવ્યૂમાં આ વાત જણાવી હતી. હેલીએ કહ્યું, ‘UNમાં મારા કામ કરવાના સમય દરમિયાન ચીન ઘણું શાંત રહ્યું. તેણે એક વ્યૂહરચના હેઠળ કામ કર્યું હતું. ચીને ચુપચાપ કેટલાક ક્ષેત્રોમાં સારી જગ્યા બનાવવા માટે કામ કર્યું અને પાછળના દરવાજેથી મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સ્થાન મેળવવા માટેના પ્રયાસ કર્યા હતા.

તેમણે કહ્યું કે કોઈ પણ દેશ જે તે લોકોને મુક્તપણે જીવવા નથી દેતો, તો તે તેવું લાંબા સમય સુધી નથી કરી શકતો. એક દિવસ એવો સમય પણ આવશે જ્યારે લોકો વિદ્રોહ કરશે, જેમે કે અત્યારે હોંગકોંગમાં થઇ રહ્યો છે. ચીન તેને દબાવવાના પ્રયાસ કરી રહ્યું છે. ચીન આવુ જ દબાણ તાઇવાન, દક્ષિણ ચીન સાગરથી જોડાયેલા દેશો અને ભારત પર પણ કરી શકે છે.

ચીન આ બધું દુનિયા સમક્ષ પોતાને શક્તિશાળી બતાવવા માટે કરી રહ્યું છે. નિક્કીએ કહ્યું કે ચીન રસ્તો બનાવવાના નામે પહેલાની જેમ જ નાના દેશો સાથે ભાગીદારી કરી રહ્યું છે. ચીન આ દેશોની માળખાગત સુવિધાઓ ખરીદવાના પ્રયાસ કરી રહ્યું છે.તેમણે વધુમાં કહ્યું કે અમેરિકાએ ચીનને તે બતાવવાની જરૂર છે કે અમારી સેના સંપૂર્ણપણે સજ્જ છે, તેથી તે અમારી સામે આવવાના પ્રયાસ ન કરે.

અમેરિકી કંપનીઓએ તે સમજવું પડશે કે ચીન સાથે વેપાર કરવા માટે તેમણે ત્યાંની મિલેટ્રીની સાથે કામ કરવું પડશે જે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા સામે ખતરો છે. આ મુદ્દે અમેરિકા સાથે વધુ ચર્ચા કરવી પડશે. તેમણે હ્યુસ્ટનમાં ચીનના કોન્સ્યુલેટને બંધ કરવાની હાકલ કરતો અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના આ નિર્ણયના વખાણ કર્યા હતા.