સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટ્ટનાયકે ફિફા વર્લ્ડ કપ 2022 ની ફાઇનલ મેચ માટે 'ગુડ લક' સંદેશ સાથે પૂરીના દરિયાકિનારે રેતીની કલાકૃતિ બનાવી હતી. (ANI ફોટો)

કતારમાં ફિફા વર્લ્ડકપ 2022ની ફાઈનલમાં આજે 18 ડિસેમ્બરે અર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે ટક્કર હોવાથી સમગ્ર વિશ્વમાં ફૂટબોલ ફીવર છવાયો છે. બન્ને દેશો અગાઉ બે વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યા હોવાથી ત્રીજી વખત કોણ ટ્રોફી જીતે છે તેના પર વિશ્વભરના ફૂટબોલ ચાહકોની મિટ મંડાયેલી છે. આર્જેન્ટિના તેના સ્ટાર ફૂટોબલ મેસ્સીને વર્લ્ડ કપ ટ્રોફીની ભેટ આપીને યાદગાર ફેરવેલ આપવા આતુર છે, જ્યારે ફ્રાન્સ સળંગ બીજી વખત વર્લ્ડ કપ ટ્રોફીને જાળવી રાખવા કાંટે કી ટક્કર આપી શકે છે.

આ મેચમાં મેસ્સી અને એમબાપે વચ્ચે પણ સીધો મુકાબલો જોવા મળશે. બન્ને ફૂટબોલર વર્તમાન વર્લ્ડ કપમાં સૌથી વધુ પાંચ-પાંચ ગોલ નોંધાવીને ગોલ્ડન બૂટની રેસમાં છે. ટાઇટલ માટેની મેચમાં દુનિયાની નજર લિયોનેલ મેસી અને કીલિયન એમબાપે પર રહશે. મેસી પોતાના કરિયરમાં વર્લ્ડકપ જીતવાના અંતિમ પ્રયાસ સાથે મેદાનમાં ઉતરશે, તો બીજી તરફ એમબાપે સતત બીજીવાર પોતાની ટીમને ચેમ્પિયન બનાવવા માટે મેદાનમાં ઉતરશે.

જો ફ્રાંસ ચેમ્પિયન બનશે તો બ્રાઝિલ પછી ૬૦ વર્ષે તે બીજી એવી ટીમ બનશે જે સતત બે વર્લ્ડકપ જીતશે. બ્રાઝિલે ૧૯૫૮ અને ૧૯૬૨ના સળંગ બે વર્લ્ડકપ જીત્યા હતા તે પછી કોઈ ટીમ આવી સિધ્ધિ માટે સફળ નથી થઈ. ૨૦૧૮માં ક્રોએશિયાને હરાવી ફ્રાંસ ચેમ્પિયન બન્યું હતું. બીજી તરફ આર્જેન્ટિનાનો ફૂટબોલ લેજન્ડ લાયોનલ મેસી તેની કારકિર્દીનો આખરી વર્લ્ડકપ તો રમ્યો જ પણ તેણે સેમિફાઇનલ જીત બાદ એવી જાહેરાત કરી દીધી છે કે ફાઇનલ તેની કારકિર્દીની આખરી આંતરરાષ્ટ્રીય તેના દેશ તરફથી રમતો હોય તેવી મેચ હશે આમ તે તેની મહાનતાને વધુ આગળ કરતા યાદગાર વિદાય સાથે આર્જેન્ટિનાના વિશ્વ કપ ભેટ આપવા મરણીયો જંગ ખેલશે.

અર્જેન્ટિના માટે લિયોનેલ મેસીનું વર્લ્ડકપમાં જીતવાનું સપનું પૂર્ણ થયું નથી. ફાન્સના કીલિયન એમબાપે બીજી વખત પોતાની ટીમને ફાઇનલમાં ઉતારવામાં સફળ થયા છે. આ પહેલા 2018માં ફ્રાન્સ ચેમ્પિયન બન્યું હતું. આવામાં ફ્રાન્સ પાસે બીજી વખત વર્લ્ડકપ જીતીને ઈતિહાસ રચવાની સુવર્ણ તક છે.

લિયોનેલ મેસી અને કીલિપન એમ્બાપ્પા બન્ને ખેલાડીઓએ ફિફા વર્લ્ડકપ 2022માં શાનદાર પ્રદર્શન કર્યું છે. બન્ને ખેલાડીઓએ પોતાની ટીમ માટે 5-5 ગોલ કર્યા છે. એમ્બાપ્પેએ માત્ર 24 વર્ષની ઉંમર 9 ગોલ કરીને મહાન ખેલાડી પેલેના રેકોર્ડની બરાબરી કરી લીધી હતી. જ્યારે મેસીએ 18 વર્ષની ઉંમરમાં વર્લ્ડકપમાં ગોલ કરીને સનસની મચાવી દીધી હતી. જે પછી તેઓ 35 વર્ષની ઉંમરમાં પણ નેશનલ ટીમ માટે સ્કોર કરી રહ્યો છે.

LEAVE A REPLY

3 × 1 =