પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ફ્રાન્સના પ્રધાને મંગળવારે જણાવ્યું હતું કે સરકાર કોરોના વાઇરસના ફેલાવાને અંકુશમાં લેવા માટે પેરિસ જેવા શહેરોમાં કરફ્યુના વિકલ્પને નકારી શકે નહીં. તેમણે જણાવ્યું હતું કે તમામ બાબતોની ચકાસણી થશે.

ફ્રાન્સની કેબિનેટ કોરોના મહામારી સામેના વધુ પગલાંની ચર્ચાવિચારણા કરવા મંગળવારે બેઠક યોજશે, એમ જુનિયર હાઉસિગ પ્રધાન ઇ વોર્ગોને જણાવ્યું હતું. પેરિસ જેવા શહેરોમાં કરફ્યુની શક્યતા અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે કોઇ પગલાંની શક્યતા નકારી શકાય નહીં.

કોરોના માટે ઇન્ટેન્સિવ કેર યુનિટ (આઇસીયુ)માં સારવાર લઈ રહેલા દર્દીની સંખ્યા 27 મે પછી પ્રથમ વખત સોમવારે 1,500ને વટાવી ગઈ હતી. તેનાથી દેશમાં લોકસ લોકડાઉની શક્યતા ઊભી થઈ છે.

સોમવાર સુધીમાં આ આંકડો 1,539 રહ્યો હતો, જે આઠ એપ્રિલના 7,148થી પાંચ ગણા ઓછા છે, પરંતુ 31 જુલાઈના 371ની સરખામણીમાં ચાર ગણા છે. સોમવાર સુધીના છેલ્લાં 24 કલાકમાં ફ્રાન્સમાં 8,505 નવા કેસ નોંધાયા હતા. ફ્રાન્સમાં કોરોના કુલ કેસની સંખ્યા વધીને 7.43 લાખ થઈ છે.