પબની પ્રતિક તસવીર (Photo credit- DANIEL LEAL-OLIVAS/AFP via Getty Images)

લેબર પક્ષે ચેતવણી આપી છે કે સરકાર ફર્લો યોજનાને આગળ વધારવા માટે સંમત નહીં થાય તો ઘણાં પબ અને બારને બંધ કરવાની ફરજ પડશે. નાઇટ-ટાઇમ હોસ્પિટાલિટી બિઝનેસીસ વેપાર માટે સંઘર્ષ કરી રહ્યા છે.

શેડો બિઝનેસ મિનીસ્ટર લ્યુસી પોવેલે જણાવ્યું હતું કે “પબ્સ અને બાર આખા દેશમાં આપણી હાઇ સ્ટ્રીટ અને સામાજિક ફેબ્રિકનો મહત્વપૂર્ણ ભાગ છે. તેમના પર રોગચાળાની સખત અસર થઇ છે. ફર્લો યોજનાને સમાપ્ત કરવા માટે મિનીસ્ટર્સનો બ્લેન્કેટનો અભિગમ ઘણા લોકોના ભાવિ માટે વધુ જોખમી છે. હાર્ડ હિટ સેકટરના લોકોની નોકરી બચાવવા માટે ફર્લો યોજના વધારવી જ જોઇએ.”

2010માં કન્ઝર્વેટિવ્સ પક્ષ સત્તા પર આવ્યો ત્યારથી 5,500 પબ અને બાર બંધ થયા છે. ગયા ઉનાળાની તુલનામાં જુલાઈમાં પબ, રેસ્ટૉરન્ટ અને બાર ચેઇનમાં વેચાણ અડધું થઈ ગયું છે. જુલાઇમાં બારમાં વેચાણ લગભગ 63% ઓછું અને પબમાં 45% ઓછું થઇ ગયું હતું. સરકારે હોસ્પિટાલિટી ઉદ્યોગને ટેકો આપવા છ મહિના માટે વીએટીને 20% થી ઘટાડીને 5% કરી દેવામાં આવ્યો હતો. યુકેના 47,૦૦૦ પબમાંથી 60% પબની મુખ્ય કમાણી આહાર કરતા આલ્કોહોલ છે.