(ANI Photo/STR Ashish Raje)

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં શનિવાર,14 નવેમ્બરે પોલીસ અને માઓવાદી વચ્ચે ભયંકર એન્કાઉન્ટર થયુ હતુ. આ એન્કાઉન્ટરમાં આશરે 26 માઓવાદીને ઠાર કરવામાં આવ્યા હતા. શનિવારે બપોરે શરૂ થયેલું આ એન્કાઉન્ટર મોડી સાંજ સુધી ચાલ્યુ હતુ. જેમાં પોલીસને મોટી સફળતા મળી હતી. જો કે, આ એકાઉન્ટરમાં ચાર પોલીસ જવાનને ઈજાઓ પહોંચી હતી.

મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં આવેલા કોટગુલ-ગ્યારાપત્તી જંગલમાં પોલીસ અને માઓવાદી વચ્ચે એકાઉન્ટર થયુ હતુ. આ એકાઉન્ટર સી-60 કમાન્ડો્સે આ એકાઉન્ટરને અંજામ આપ્યુ હતુ. ડિસ્ટ્રીક્ટ સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસ અંકિત ગોયલના જણાવ્યા મુજબ, આ એકાઉન્ટર બાદ જંગલમાંથી 26 માઓવાદીના મૃતદેહ કબજે કરવામાં આવ્યા હતા. સૂત્રોનું કહેવું છે કે, ઠાર મરાયેલા આ માઓવાદીમાં તેમનો એક વિદ્રોહી લીડરનો પણ સમાવેશ છે. ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ, આ એકાઉન્ટરમાં ચાર પોલીસ જવાન પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત પોલીસ જવાનોને તાત્કાલિક સારવાર માટે હેલિકોપ્ટર મારફતે નાગપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.