(PTI Photo)

કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી શનિવારે અંગત મુલાકાતના ભાગરૂપે શ્રીનગર પહોંચ્યાં હતાં. એક દિવસ પહેલા તેમના પુત્ર રાહુલ ગાંધી લદ્દાખથી અહીં આવ્યાં હતા. સોનિયાએ શ્રીનગરમાં નિગીન સરોવરમાં બોટ રાઈડની મજા માણી હતી. રાહુલની બહેન પ્રિયંકા ગાંધી અને તેમના પતિ રોબર્ટ વાડરા પણ આ બંને સાથે જોડાય તેવી શક્યતા છે, એમ પાર્ટીના નેતાએ જણાવ્યું હતું.

છેલ્લા અઠવાડિયાથી કેન્દ્ર શાસિત પ્રદેશ (UT) લદ્દાખમાં રહેલા રાહુલ ગાંધી શુક્રવારે શ્રીનગર પહોંચ્યા હતાં. વાયનાડના સાંસદ નિગીન સરોવરની એક હાઉસબોટમાં રોકાયાં હતાં અને પરિવાર શનિવારે રૈનાવારી વિસ્તારની એક હોટલમાં રોકાય તેવી શક્યતા છે. ગાંઘી પરિવાર રવિવારે ગુલમર્ગની મુલાકાત લે તેવી શક્યતા છે.

કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે મુલાકાત દરમિયાન પરિવાર માટે કોઈ રાજકીય વ્યસ્તતા નક્કી કરવામાં આવી નથી. તે સંપૂર્ણપણે વ્યક્તિગત, પારિવારિક મુલાકાત છે અને કોઈ રાજકીય કાર્યક્રમ અથવા કોઈપણ પક્ષના નેતાઓ સાથે મુલાકાત થશે નહીં.

LEAVE A REPLY