REUTERS/Maxim Shemetov

મોસ્કોમાં શનિવારે વહેલી સવારે નવેસરથી ડ્રોન હુમલાને પગલે શહેરના ત્રણેય મોટા એરપોર્ટ અસ્થાયી રૂપે બંધ કરવાની ફરજ પડી હતી. યુક્રેન હવે રશિયની રાજધાનીમાં દરરોજ ડ્રોન હુમલા કરી રહ્યું હોવાનો અધિકારીઓએ આક્ષેપ કર્યો હતો. રશિયાના સંરક્ષણ મંત્રાલયે હુમલા માટે યુક્રેનને જવાબદાર ઠેરવ્યું હતું.

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લાં 18 મહિનાથી યુદ્ધ ચાલુ રહ્યું છે. હવે યુક્રેન રશિયાના મુખ્ય શહેર મોસ્કો પર ડ્રોનથી હુમલા કરી રહ્યું છે. તાજેતરમાં કિવે સરહદ પર રશિયાના લશ્કરી મથકો સિવાયના સ્થળો પરના હુમલાની જવાબદારી સ્વીકારી હતી.

રશિયાના સંરક્ષણ મંત્રાલય અને મોસ્કોના મેયર સેર્ગેઈ સોબ્યાનિને જણાવ્યું હતું કે પ્રખ્યાત રેડ સ્ક્વેરથી લગભગ 50 કિલોમીટર પશ્ચિમમાં મોસ્કો રિજનના ઇસ્ટ્રા જિલ્લામાં એક ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું. આ હુમલામાં કોઈ જાનહાનિ અથવા નુકસાનના તાત્કાલિક અહેવાલો નથી.

રશિય સરકારની ન્યૂઝ એજન્સી તાસના જણાવ્યા અનુસાર શેરેમેટેવો, ડોમોડેડોવો અને વનુકોવો એરપોર્ટ્સે શનિવારે વહેલી સવારે એક કલાકથી વધુ સમય માટે ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી હતી. રશિયન ટેલિગ્રામ ચેનલોએ શનિવારે વીડિયો પોસ્ટ કર્યા હતાં, જેમાં દાવો કર્યો હતો કે રશિયન એર ડિફેન્સ સિસ્ટમે ડ્રોન ઉડાવી દીધાં છે.

રશિયા અને યુક્રેન આ અઠવાડિયાની શરૂઆતમાં એકબીજા પર ડ્રોન હુમલાઓ કરી રહ્યાં છે. કિવ દેખીતી રીતે મોસ્કોને નિશાન બનાવે છે, જ્યારે ક્રેમલિનના દળોએ યુક્રેનિયન અનાજ સંગ્રહના ડેપો પર  બોમ્બમારો શરૂ કર્યો હતો. આ અઠવાડિયે કિવએ દાવો કર્યો હતો કે તેને કબજે કરેલા ક્રિમીઆમાં ચાવીરૂપ રશિયન S-400  સર્ફેસ-ટુ એર મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનો નાશ કર્યો છે.

LEAVE A REPLY

nineteen − 11 =