અમેરિકામાં વોશિંગ્ટન ડીસીમાં આવેલ ભારતીય એમ્બેસી દ્વારા ગાંધી પીસ વોકર શ્રી નીતિન સોનાવણના સંવાદિતા, અહિંસા અને કરુણાના આદર્શોને પ્રોત્સાહન આપવા માટે તેમની ક્રોસ કન્ટ્રી વોક પછી તેમના એક વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતીય એમ્બેસીના અધિકારીઓ અને ભારતીય-અમેરિકન સમુદાયના સભ્યો દ્વારા અહિંસા અને શાંતિને પ્રોત્સાહન આપતા નીતિન સોનાવણેનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
મુલાકાત દરમિયાન, શ્રી સોનાવણેએ તેમના તાજેતરના પદયાત્રા અભિયાનની માહિતી આપી આજના વિશ્વમાં મહાત્મા ગાંધીના સિદ્ધાંતોની કાયમી સુસંગતતા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે સામાજિક ન્યાય, સંવાદિતા અને વ્યક્તિગત જવાબદારીના વિષયો વિશે ઉત્સાહપૂર્વક વાત કરી હતી. તો દૂતાવાસના પ્રતિનિધિઓએ સાંસ્કૃતિક, રાજદ્વારી અને સમુદાયીક પહોંચ દ્વારા ગાંધીવાદી મૂલ્યોને પ્રોત્સાહન આપવાની તેમની પ્રતિબદ્ધતાની ખાતરી આપી હતી.
