istockphoto

સરકારે અમદાવાદની જેમ ગાંઘીનગરમાં પણ રિવરફ્રન્ટનું નિર્માણ કરવાની યોજના બનાવી છે. લગભગ નવ વર્ષ પછી ગિફ્ટ સિટી પાસે સાબરમતી નદીના કિનારે રિવરફ્રન્ટને વિકસિત કરવાની યોજનાએ હવે જોર પકડ્યું છે. નર્મદા વોટર રિસોર્સ, વોટર સપ્લાય અને કલ્પર ડિપાર્ટમેન્ટ દ્વારા અમદાવાદની જેમ રિવરફ્રન્ટ બનાવવા માટે પીડીપીયુ પુલ અને શાહપુર પુલની વચ્ચે 9.3 કિલોમીટર લાંબા રિવરફ્રન્ટ માટે બીડ મંગાવ્યા છે. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનો ખર્ચ રૂપિયા 353.58 કરોડની છે.

અધિકારીએ જણાવ્યું કે, “રિવરફ્રન્ટ પર બન્ને બાજુએ ચાર ઘાટ બનાવાશે અને પાંચ પોઈન્ટ બન્ને બાજુએ હશે કે જ્યાંથી ગિફ્ટ રિવરફ્રન્ટને જોડી શકાય. અહીં લોકો ધોલેરા મંદિર, રાયણસણ ગામ અને રાંદેસરણ ગામથી રિવરફ્રન્ટ સાથે જોડાઈ શકશે. આ સિવાય જેઓ ઈન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) અને IIT ગાંધીનગર પાસે હશે તેઓ પણ સીધા રિવરફ્રન્ટ સાથે જોડાઈ શકશે