(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

કંગના રનોત પોતાને બોલીવૂડની સુપરસ્ટાર હોસ્ટ માની રહી છે. તે એકતા કપૂરના શો ‘લોક અપ’ને હોસ્ટ કરી રહી છે. આ શોને ઘણા દર્શકો નિહાળી રહ્યા છે. આ શો વિશે ઇન્સ્ટાસ્ટોરીમાં કંગનાએ જણાવ્યું હતું કે, ‘શાહરુખ ખાન, અક્ષયકુમાર, પ્રિયંકા ચોપડા અને રણવીર સિંહ જેવા ઘણા સફળ એક્ટર્સે હોસ્ટિંગ કરવાની કોશિશ કરી હતી.

તેઓ સફળ એક્ટર્સ છે, પરંતુ તેઓ નિષ્ફળ- હોસ્ટ રહ્યા છે. અત્યાર સુધી અમિતાભ બચ્ચનજી, સલમાન ખાનજી અને કંગના રનોતને જ સુપરસ્ટાર હોસ્ટ તરીકેની સફળતા મળી છે. આ લીગમાં હોવાનો મને ગર્વ છે. કદાચ, મારે આ કહેવાની જરૂર ન પડી હોત, પરંતુ મૂવી માફિયા મને અને મારા શોને ડિસક્રેડિટ આપવા માટે તમામ પ્રયત્ન કરી રહ્યા છે. જો હું કોઈને પણ મદદ કરી શકતી હોઉં તો હું મારા માટે તો જરૂર સ્ટેન્ડ લઈ શકું છું. મારી જનરેશનની એકમાત્ર સક્સેસફુલ હોસ્ટ હોવાની મને ખુશી છે.’