અન્યોની જેમ બોલીવૂડમાં પણ ગણેશ મહોત્સવનું અનોખું મહત્વ છે. અનેક ફિલ્મકારો આ મહોત્સવ દરમિયાન પોતાના ઘરમાં ગણપતિ બાપ્પાના મૂર્તિની સ્થાપના કરે છે. શિલ્પા શેટ્ટીએ પણ પોતાના ઘરે ગણેશ સ્થાપના કરી છે. કરીના કપૂર અને સૈફ અલી ખાને પ્રથમવાર તેમના ઘરે ગણપતિનું આગમન કરાવ્યું હોવાનું કહેવાય છે. કરીનાએ પોતાના ઘરે ગણપતિબાપાની પૂજાની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. જેમાં સૈફ અલી ખાન અને તૈમુર ગણપતિ પૂજા કરતા દૃશ્યમાન થાય છે.
કરીના પણ સાથે સાથે ઉભેલી નજરે પડે છે. કરીનાએ સાથે જણાવ્યું છે કે, મારા જીવનના સૌથી પ્રેમાળ વ્યક્તિઓ સાથે હું ગણપતી ચોથ સેલિબ્રેટ કરી રહી છું. તૈમૂરે બનાવેલા ગણપતિબાપા બહુ સુંદર છે. ગોવિંદા અને જીતેન્દ્ર સહિતના ફિલ્મકારોએ પણ પોતાના ઘરે ગણપતિની સ્થાપના કરી છે.