દેશભરમાં 7 સપ્ટેમ્બર ગણેશ ચર્તુર્થીથી શરૂ થયેલો ગણેશોઉત્સવનું ગણેશ વિસર્જન સાથે અનંત ચૌદશ એટલે 17 સપ્ટેમ્બરે સમાપન થયું હતું. નવ દિવસ સુધી પૂર્જા અર્ચના કરીને ગુજરાત સહિત દેશભરમાં વહેલી સવારથી ગણપતિ બાપાને ભીની આંખો સાથે વિદાય આપવામાં આવી હતી અને આવતા વર્ષે વહેલા આવવાની કામના કરી હતી. લોકોએ દૂંદાળા દેવને નવ દિવસ સુધી વિશિષ્ટ અતિથિ બનાવ્યા હતા. શહેરમાં નાના મોટા મંડપ ભંડારો સોસાયટી ફ્લેટ ઘરમાં ગણેશજીની સ્થાપના કરી હતી.
સુરતમાં ભગવાન ગણેશની 80,000 જેટલી પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણેશ વિસર્જન માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને માટીની મૂર્તિ માટે તમામ ઝોનમાં કૃત્રિમ ઓવારાનું પણ નિર્માણ કર્યું હતું. ભગવાન ગણેશને વિધ્નહર્તા કહેવામાં આવે છે. તેમની કૃપાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને કારકિર્દીમાં સારી પ્રગતિ થાય છે. ભગવાન ગણેશને વિધ્નહર્તા કહેવામાં આવે છે. તેમની કૃપાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને કારકિર્દીમાં સારી પ્રગતિ થાય છે.બાપ્પા વિદાય લે છે ત્યારે તે પોતાના ભક્તની તમામ મુશ્કેલીઓ, તેમના દુ:ખ, તેમની પરેશાનીઓ, તેમના તમામ અવરોધો વગેરેને પોતાની સાથે લઈ જાય છે અને પોતાની પાછળ સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને સકારાત્મકતા છોડી જાય છે.
વડોદરામાં પણ લોકો અલગ અલગ વિસ્તારમાંથી લોકો શ્રીજીની પ્રતિમા લઈને ભાયલી, નવલખી, હરણી, ખોડિયાર નગર સહીત અનેક કૃત્રિમ તળાવ પર પહોંચ્યા હતા. શહેરની ગલીઓ, રાજમાર્ગો ગણપતિ બાપ્પા મોર્યા.. અગલે બરસ તુમ જલ્દી આ…ના નાદથી ગુંજી ઉઠ્યા હતી. શહેરમાં ગણેશ વિસર્જન માટે કુલ 9 કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા હતા.