(Photo by Gareth Copley/Getty Images)

ભારતીય ટેસ્ટ ક્રિકેટના અગ્રણી ખેલાડી ચેતેશ્વર પૂજારાએ રવિવાર, 24 ઓગસ્ટે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) યુવા વિકલ્પો પર વિચાર કરી રહ્યું હોવાથી, પૂજારા લાંબા સમયથી ટેસ્ટમાં ભારત માટે કોઈ ભૂમિકા ભજવી રહ્યો નથી.

પૂજારાએ ભારત માટે છેલ્લી ટેસ્ટ 2023માં ઓસ્ટ્રેલિયા સામે કેનિંગ્ટન ઓવલ ખાતે રમી હતી. ત્યારથી, ટીમ ઈન્ડિયાના વિવિધ ટીમો સામે પ્રમાણમાં ખરાબ પ્રદર્શન છતાં તેની અવગણના કરવામાં આવી હતી.

નિવૃત્તિની જાહેરાત કરતાં પૂજારાએ ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું હતું કે તમામ સારી બાબતોનો અંત આવતા હોય છે અને અપાર કૃતજ્ઞતા સાથે મેં ભારતીય ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. તે હંમેશા તેના સાથી ખેલાડીઓ, કોચ અને અન્ય લોકોનો ઋણી રહેશે જેમણે તેની ક્રિકેટ કારકિર્દી દરમિયાન તેને ટેકો આપ્યો હતો.

રાજકોટના નાના શહેરના એક નાના છોકરા તરીકે, મારા માતા-પિતા સાથે, હું સ્ટાર્સ મેળવવા માટે નીકળ્યો હતો અને ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ બનવાનું સ્વપ્ન જોયું હતું. ત્યારે મને ખબર નહોતી કે આ રમત મને આટલી બધી અમૂલ્ય તકો, અનુભવો, હેતુ, પ્રેમ અને સૌથી ઉપર મારા રાજ્ય અને આ મહાન રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરવાની તક આપશે.
રાજકોટના નાનકડાં શહેરમાંથી આવેલા ચેતેશ્વર પુજારાએ 20 વર્ષની વયે ક્રિકેટ કારકિર્દી શરૂ કરી હતી.

પુજારા 43.60ની એવરેજમાં 7195 રન સાથે ટેસ્ટ ક્રિકેટનો ભારતનો આઠમો ટોચનો ખેલાડી છે. કુલ 103 ટેસ્ટ મેચમાં 19 સદી ફટકારી હતી. તેની છેલ્લી મેચ ઓવલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ 2023માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ હતી.

LEAVE A REPLY