પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમેરિકન કસ્ટમ નિયમો અંગે સ્પષ્ટતા ન હોવાથી ભારતે અમેરિકા માટેની મોટાભાગની ટપાલ પાર્સલ સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત કરી છે. જોકે પત્રો, દસ્તાવેજો અને 100 ડોલર સુધીના મૂલ્યની ગિફ્ટ વસ્તુઓનોની સેવાઓ ચાલુ રહેશે. અમેરિકાના કસ્ટમ વિભાગે જારી કરેલા નવા નિયમો અંગે સ્પષ્ટતાનો અભાવ હોવાથી અમેરિકા જતી વિમાન કંપનીઓએ શિપમેન્ટ લેવાનો ઇનકાર કર્યો છે, તેથી ભારતના પોસ્ટ વિભાગે 25 ઓગસ્ટ, 2025થી તમામ પ્રકારના પોસ્ટલ આર્ટિકલ્સનું બુકિંગને અસ્થાયી રૂપે બંધ કર્યું છે, એમ દૂરસંચાલ મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું.

અમેરિકાના વહીવટીતંત્રે 30 જુલાઇ 2025એ જારી કરેલા એક એક્ઝિક્યુટિવ ઓર્ડર મુજબ 29 ઓગસ્ટથી અમેરિકામાં 100 ડોલરથી વધુ મૂલ્યના પાર્સલ પર કસ્ટમ ડ્યૂટી લાગુ પડશે. આ ઓર્ડર મુજબ ઇન્ટરનેશનલ પોસ્ટલ નેટવર્ક મારફત શિપમેન્ટ પહોંચતી ટ્રાન્સપોર્ટ એજન્સીઓ અથવા યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP) દ્વારા માન્ય ‘ક્વાલિફાઇડ એજન્સીઓ’એ પોસ્ટલ શિપમેન્ટ માટે ડ્યૂટી એકત્ર કરીને જમા કરાવાની રહેશે.

મંત્રાલયે જણાવ્યું હતું કે CBPએ 15 ઓગસ્ટ, 2025એ ચોક્કસ માર્ગદર્શિકા જારી કરી હતી. જોકે ‘લાયક પક્ષો’ની નિમણૂક અને ડ્યુટી વસૂલાત અને રેમિટન્સ માટેની પદ્ધતિઓ સંબંધિત ઘણી મહત્વપૂર્ણ પ્રક્રિયાઓ અંગે સ્પષ્ટતા નથી. તેથી યુએસ જતી વિમાન કંપનીઓએ 25 ઓગસ્ટ, 2025 પછી પોસ્ટલ કન્સાઈનમેન્ટ સ્વીકારવામાં અસમર્થતા વ્યક્ત કરી છે. આ ઘટનાક્રમને પગલે પોસ્ટ વિભાગે 25 ઓગસ્ટ, 2025થી યુએસ માટે નિર્ધારિત તમામ પ્રકારના પોસ્ટલ આર્ટિકલ્સનું બુકિંગને અસ્થાયી રૂપે સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. જોકે પત્રો/દસ્તાવેજો અને 100 ડોલર સુધીના મૂલ્યની ગિફ્ટ વસ્તુઓનો તેમાં સમાવેશ થતો નથી. આ મુક્તિ કેટેગરીનો સ્વીકારવામાં આવશે અને યુએસને પહોંચાડવામાં આવશે, જે CBP અને USPS તરફથી વધુ સ્પષ્ટતાને આધીન રહેશે. ટપાલ વિભાગ જેમના પાર્સલ મોકલી શકાયા નથી તેવા ગ્રાહકોને ટપાલ ખર્ચ પરત કરશે.

નિવેદનમાં જણાવાયું હતું કે પોસ્ટ વિભાગ ગ્રાહકોને થયેલી અસુવિધા બદલ ખૂબ જ દિલગીર છે અને ખાતરી આપે છે કે યુએસએમાં શક્ય તેટલી વહેલી તકે સંપૂર્ણ સેવાઓ ફરી શરૂ કરવા માટે તમામ શક્ય પગલાં લેવામાં આવી રહ્યા છે.

LEAVE A REPLY