India names 3 billionaires in Forbes list of Asia's philanthropists
Getty Images)

વિશ્વવિખ્યાત ટાઇમ મેગેઝિને 2022ના વિશ્વના સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં ગુજરાતના અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનો સમાવેશ કર્યો છે. મેગેઝિને તેની આ પ્રતિષ્ઠિત યાદીમાં એડવોકેટ કરુણા નંદીનો પણ સમાવેશ થાય છે.

આ યાદીમાં અમેરિકામાં પ્રેસિડન્ટ જો બાઇડન, યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડિમિર ઝેલેન્સ્કી, રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમિર પુતિન, ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ, યુરોપિયન કમિશનના પ્રેસિડન્ટ ઉર્સુલા વોન ડેર લેયેન, વિશ્વવિખ્યાત ટેનિસ ખેલાડી રાફેલ નડાલ, એપલના સીઇઓ ટીમ કૂક અને મીડિયા મુગલ ઓફ્રા વિનફ્રેનો જેવા દિગ્ગજોનો સમાવેશ થાય છે.
ટાઇમ મેગેઝિને અદાણી અંગે લખ્યું છે કે અદાણીનો બિઝનેસ એક સમયે પ્રાદેશિક હતો, જે હવે એરપોર્ટસ, ખાનગી પોર્ટ, સોલર, થર્મલ પાવર અને કન્ઝ્યુમર ગૂડ્સ સહિતના ક્ષેત્રોમાં વિસ્તરણ પામ્યો છે. અદાણી ગ્રૂપ હવે વિશ્વના છઠ્ઠા ક્રમની સૌથી મોટી ઇકોનોમી ભારતમાં એક રાષ્ટ્રીય અગ્રણી બન્યું છે. બીજી તરફ અદાણી જાહેર નજરોથી દૂર રહીને પોતાના બિઝનેસ સામ્રાજ્યનું નિર્માણ કરી રહ્યાં છે.

કરુણા નંદી અંગે ટાઇમે લખ્યું છે કે તેઓ માત્રા ધારાશાસ્ત્રી નથી, પરંતુ એવા જાહેર સેવક છે, જેઓ પરિવર્તન લાવવા માટે કોર્ટરૂમની અંદર અને બહાર બંને જગ્યાએ પોતાનો અવાજ સમક્ષ અને નીડરતાથી રજૂ કરે છે. તેઓ મહિલાઓના અધિકારોના પ્રણેતા છે. તેમણે બળાત્કાર વિરોધી કાયદામાં સુધારાની હિમાયત કરી છે અને નોકરીના સ્થળે જાતિય સતામણી સંબંધિત કેસો લડે છે. તાજેતરમાં તેમણે મેરિટલ રેપમાં પુરુષોની મળતી કાનૂની મુક્તિ અંગેના કાયદાને પડકારી રહ્યાં છીએ. ટાઇમની આ યાદીમાં એશિયન ફેડરેશન અગેઇન્સ્ટ વોલંટરી ડિસાપિયરન્સના ચેરપર્સન ખુર્રમ પરવેઝનો પણ સમાવેશ કરાયો છે.