Biden's announcement to re-enter the race for the presidency
(Photo by MANDEL NGAN / AFP)

અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને સોમવારે જણાવ્યું હતું કે તેઓ તાઇવાનનું રક્ષણ કરવા લશ્કરી દળોનો ઉપયોગ કરવા માટે તૈયાર છે. ચીન તાઈવાનને પોતાનું ક્ષેત્ર માને છે, જ્યારે તાઈવાન પોતાને એક સ્વતંત્ર દેશ તરીકે જુએ છે.
જો બાઈડને જણાવ્યું હતું કે, જો ચીન સ્વ-શાસિત ટાપુ દેશ તાઈવાન પર આક્રમણ કરશે તો અમેરિકા તાઈવાનને લશ્કરી મદદ કરશે. બાઈડને ચેતવણીના સૂરમાં કહ્યું હતું કે, ચીન જોખમ સામે રમત કરી રહ્યું છે.

હકીકતે બાઈડનને એવો સવાલ કરવામાં આવ્યો હતો કે, જો ચીન બળજબરીથી તાઈવાનને પોતાના નિયંત્રણમાં લેવા ઈચ્છશે તો શું અમેરિકા લશ્કરી હસ્તક્ષેપ કરશે? તેના જવાબમાં બાઈડને કહ્યું હતું કે, ‘અમે એ જ વચન આપ્યું હતું. અમે વન ચાઇના પોલિસી માટે રાજી થયા, અમે તેના પર હસ્તાક્ષર કર્યા…પરંતુ એ વિચારવું ખોટું છે કે, તાઈવાનને બળપ્રયોગથી છીનવી શકાશે.’

આશરે 7 દશકાથી પણ વધારે સમય સુધી અલગ શાસન કરવા છતાં ચીન દ્વારા તાઈવાનને એવી ધમકી આપવામાં આવી છે કે, ‘તાઈવાનની સ્વતંત્રતા’નો અર્થ યુદ્ધ થશે. ગત વર્ષે 1 જૂનના રોજ ચીની પ્રેસિડન્ટ શી જિનપિંગે સ્વશાસિત તાઈવાન સાથે પૂર્ણ એકીકરણનો સંકલ્પ લીધો હતો અને દ્વીપ માટે ઔપચારિક સ્વતંત્રતાના કોઈ પણ પ્રયત્નને નિષ્ફળ બનાવવાનું વચન આપ્યું હતું.