અદાણી ગ્રૂપના ચેરપર્સન ગૌતમ અદાણી બુધવારે, 10 જાન્યુઆરી, 2024ના રોજ ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 સંબોધન કરે છે. (PTI Photo)

અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ બુધવારે ​​જણાવ્યું હતું કે તેમની કંપની ગુજરાતમાં 2025 સુધી ₹55,000 કરોડ અને આગામી પાંચ વર્ષમાં ₹2 લાખ કરોડથી વધુનું રોકાણ કરશે.અદાણીએ ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આ જાહેરાત કરી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અનેક કેન્દ્રીય પ્રધાનો અને વિશ્વભરના મહાનુભાવોની હાજરી હતી.અદાણી ગ્રૂપનું જંગી રોકાણ રાજ્યમાં 1 લાખથી વધુ નોકરીઓનું સર્જન કરશે.

અદાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન, તમે માત્ર ભારતના ભવિષ્ય વિશે જ વિચારતા નથી, પરંતુ તેને આકાર પણ આપો છો. તમારા નેતૃત્વ હેઠળ, ભારત 2047 સુધીમાં સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનવાના માર્ગે છે. તમે ભારતને એક મોટી શક્તિ તરીકે વૈશ્વિક નકશા પર સફળતાપૂર્વક સ્થાન આપ્યું છે. અને દેશને આત્મનિર્ભર બનાવી રહ્યા છે.

છેલ્લા દાયકાના આંકડા નોંધપાત્ર છે: 2014થી ભારતની જીડીપી 185% અને માથાદીઠ આવકમાં અદભૂત 165% વૃદ્ધિ થઈ છે. ખાસ કરીને આ દાયકાના ભૌગોલિક રાજકીય સંઘર્ષો અને મહામારીના પડકારોને ધ્યાનમાં રાખીને આ સિદ્ધિ અપ્રતિમ છે,

અદાણીએ કચ્છના ખાવડામાં વિશ્વનો સૌથી મોટો એનર્જી પાર્ક બનાવવાની પણ જાહેરાત કરી હતી, જે 725 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે અને અવકાશમાંથી જોઈ શકાય છે.

તેમણે જણાવ્યું હતું કે અમે “આત્મનિર્ભર” ભારત માટે ગ્રીન સપ્લાય ચેઇનનું વિસ્તરણ કરી રહ્યા છીએ અને સૌથી મોટી સંકલિત પુનઃપ્રાપ્ય ઉર્જા ઇકોસિસ્ટમ બનાવી રહ્યાં છીએ. તેમાં સોલાર પેનલ્સ, વિન્ડ ટર્બાઇન, હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇઝર, ગ્રીન એમોનિયા, પીવીસી અને કોપર અને સિમેન્ટ ઉત્પાદનમાં વિસ્તરણનો સમાવેશ થાય છે. જણાવ્યું હતું.

LEAVE A REPLY

18 + 7 =