અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઇડેને તાજેતરમાં એક ચૂંટણી સભા દરમિયાન ગર્ભપાત અધિકારોના મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પને ઘેર્યા હતા. બીજી તરફ પેલેસ્ટિનિયન સમર્થકોએ આ સભામાં બાઇડેન સામે વિરોધ દર્શાવ્યો હતો.

વર્જિનિયાના માનાસ્સાસમાં રેલી દરમિયાન “જીનોસાઇડ જો હેઝ ગોટ ટુ ગો” ના સૂત્રોચ્ચાર સાથે પ્રદર્શનકારીઓએ ડેમોક્રેટ વિરુદ્ધ ઓછામાં ઓછા 10 વાર સભાને ખોરવી હતી, જે વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ સાથે 2024ની તેમનું પ્રથમ કેમ્પેઇન હતું. આવા સૂત્રોચ્ચાર વચ્ચે જ્યારે બાઇડેન પ્રવચન શરૂ કરવા માટે સંઘર્ષ કરી રહ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે, “આવું થોડા સમય માટે ચાલશે. તેમણે વિરોધ દર્શાવવાનું આયોજન કર્યું હતું.” આ પ્રદર્શન દરમિયાન એક કાર્યકર્તાએ પેલેસ્ટિનિયન ધ્વજ ફરકાવ્યો હતો અને એક મહિલાએ રેલીમાંથી બહાર નીકાળતા પહેલા “યુદ્ધવિરામ” લખેલું બેનર પકડ્યું હતું. બાઇડેનની આ રેલી તેના ચૂંટણી પ્રચારમાં ગર્ભપાતના અધિકારોના મુખ્ય મુદ્દાને મહત્ત્વ આપવાના પ્રયત્નનો એક ભાગ હતો.

ગત વર્ષે 7 ઓક્ટોબરે હમાસે હુમલા કર્યા પછી ગાઝા પર તેના લશ્કરી કાર્યવાહી દરમિયાન ઇઝરાયેલને સમર્થન આપવા બદલ વિરોધીઓએ અગાઉ બાઇડેનના કાર્યક્રમોમાં વિરોધ દર્શાવ્યો હતો. પરંતુ તાજેતરનું આ વિરોધ પ્રદર્શન અત્યાર સુધીનું સૌથી પ્રબળ હતું.

LEAVE A REPLY

20 − 2 =