પ્રતિક તસવીર

મિડ નોર્ફોક સાંસદ અને સાયન્સ મિનિસ્ટર તરીકે સેવા આપનાર જ્યોર્જ ફ્રીમેને નવેમ્બરમાં પોતાના પદ પરથી રાજીનામું આપ્યું તે પાછળનું એક મહત્વનું કારણ પોતે ઘરના મોરગેજ માટે પૂરતી તમાણી કરી શકતા ન હોવાનું એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે.

2010થી ટોરી સાંસદ તરીકે સેવા આપતા ફ્રીમેને જણાવ્યું હતું કે ‘’મિનિસ્ટર તરીકેનો પગાર £118,300 હોવા છતાં હું મોરગેજનો હપ્તો ચૂકવવા અશક્તિમાન હતો. મારો મોરગેજનો હપ્તો આ મહિને £800થી વધીને £2,000 થયો છે, જે હું ફક્ત મંત્રીપદના પગાર સાથે ચૂકવું તે પોસાય તેમ નથી. અમે રાજકારણને કંઈક એવું બનાવવાના જોખમમાં છીએ જે ફક્ત હેજ ફંડ દાતાઓ, યુવાન સ્પાઇન ડોકટરો અને નિષ્ફળ ટ્રેડ યુનિયનિસ્ટ જ કરી શકે તેમ છે.”

ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે “અમારી પાસે મિનિસ્ટરના પગારોના અભિગમને બદલવાની કોઈ યોજના નથી”.

ફ્રીમેને સંસદમાં પ્રવેશ્યા તે પહેલા લાઇફ સાયન્સ અને ટેક્નોલોજી ક્ષેત્રમાં એક દાયકા કરતાં વધુ સમય કામ કર્યું હતું અને હવે તેઓ સરકારની બહાર રહીને વધુ પૈસા કમાઈ શકશે. સાંસદ તરીકે તેમને £86,584નો પગાર મળશે અને સાસંદ હોવા છતાં તેઓ બીજી નોકરીઓ કરવા માટે સ્વતંત્ર છે. ફક્ત તેમણે ભ્રષ્ટાચાર વિરોધી વોચડોગ બિઝનેસ એપોઇન્ટમેન્ટ પરની સલાહકાર સમિતિની મંજૂરી લેવી પડશે.

LEAVE A REPLY

10 + twelve =