પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને રવિવારે જાહેરાત કરી હતી કે તેમની સરકાર ગિલગિટ-બાલ્ટિસ્તાનને પ્રાંતનો દરજ્જો આપશે. જોકે ભારતે પાકિસ્તાનની આ હિલચાલનો વિરોધ કર્યો છે. પાકિસ્તાને ચીનના દેવા અને દબાણ હેઠળ આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.

ગિલગિટ શહેરમાં ઇમરાને જણાવ્યું હતું કે અમે ગિલગીટ બાલ્ટિસ્તાનને પ્રોવિઝન પ્રાંતનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે. અહીંના લોકોની લાંબા સમયથી આ માગણી છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ગેરકાયદેસર રીતે પચાવી પાડવામાં આવેલા વિસ્તારમાં કોઇ ફેરફાર કરવાના પાકિસ્તાનના પ્રયાસોનો ભારત વિરોધ કરે છે.