Gill's overwhelming record in 2023
(Photo by MANJUNATH KIRAN/AFP via Getty Images)

ભારતના સ્ટાર યુવા બેટ્સમેન શુભમન ગિલે ઈતિહાસ સર્જ્યો છે. રવિવારે આઈપીએલમાં સતત બે સદીનો એક નવો રેકોર્ડ પણ તેણે કરી કોહલીની આવી સિદ્ધિને થોડી ઝાંખી પાડી દીધી હતી. કોહલીની સદી પછી વળતા જવાબમાં ગિલની સદીના પગલે વિરાટની ટીમ પરાજય સાથે આઈપીએલમાં બહાર થઈ ગઈ હતી.

શુભમન ગિલે ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં એવો જબરજસ્ત રેકોર્ડ કર્યો છે કે સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ પણ તે કરી શક્યા નથી. શુભમન ગીલે ગયા સપ્તાહે ગયા સપ્તાહે સોમવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં ધમાકેદાર સદી કરી આ વિશિષ્ટ રેકોર્ડ કર્યો હતો. અમદાવાદમાં હૈદરાબાદ સામેની એ મેચમાં ગિલે 58 બોલમાં 101 રનની તોફાની ઈનિંગ રમીને પોતાની સિદ્ધિ હાંસલ કરી હતી. શુભમન ગિલ ભારતીય ક્રિકેટ ઈતિહાસનો એકમાત્ર એવો ક્રિકેટર છે જેણે એક જ કેલેન્ડર વર્ષમાં ટેસ્ટ, વન-ડે, ટી-20 અને છેલ્લે આઈપીએલમાં પણ સદી ફટકારી હોય.

ગિલે 2023ની શરૂઆતે વન-ડેમાં બેવડી સદી કરી હતી. તેણે હૈદરાબાદમાં ન્યૂ ઝીલેન્ડ સામે 149 બોલમાં 208 રન કર્યા હતા. એ પછી શુભમનને અમદાવાદમાં ન્યૂ ઝીલેન્ડ સામે પોતાની પ્રથમ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં સદી નોંધાવી હતી. તેણે ઓસ્ટ્રેલિયા સામે અમદાવાદમાં જ મેદાન પર ટેસ્ટ મેચ ફોર્મેટમાં પણ સદી (128) કરી હતી.

LEAVE A REPLY

19 + 2 =