પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતના સૌથી જુના ઔદ્યોગિક ગ્રૂપમાં સામેલ વાડિયા ગ્રૂપની એક કંપનીએ IPO માટે હિલચાલ ચાલુ કરી છે. વાડિયા ગ્રૂપની ગો એર નામની એરલાઈન્સ કંપની પબ્લિક ઇશ્યૂ મારફત ભંડોળ એકત્ર કરવા માગે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. કંપનીએ આઇપીઓ માટે એપ્રિલમાં સેબીને અરજી કરે તેવી શક્યતા છે.

ગો એર આઇપીઓ મારફત રૂ.3500થી 4000 કરોડના એકત્ર કરવાની યોજના ધરાવે છે. કંપની માત્ર પ્રમોટરોનો હિસ્સો વેચીને જ નહિ નવા શેર ઈશ્યુ કરવાની પણ યોજના આઈપીઓમાં ધરાવે છે. IPO મારફત 25% ઈક્વિટી વેચવાની યોજના છે. જાહેર ભરણાંથી એકત્ર થનાર ફંડનો ઉપયોગ કંપની દેવાની ચૂકવણી અને અન્ય બિઝનેસ ખર્ચ માટે કરશે. ગો એરનું માર્ચ, 2020ના આધિકારીક આંકડા અનુસાર કુલ દેવું રૂ.1,780 કરોડ છે. વાડિયા ગ્રૂપમાં બોમ્બે ડાઇંગ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.