અમેરિકામાં ધી યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેકશન (સીબીપી)એ અમેરિકાના નાગરિક નહી અને ગ્રીન કાર્ડ ધરાવતા હો તેઓને તેમનાં રજીસ્ટ્રેશન ડોક્યુમેન્ટસ સતત સાથે રાખવા હુક્મ કર્યો છે નહીં તો દંડ થશે અને બનાવટ કરવાના આરોપસર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

આ ફેડરલ લો (સમગ્ર સમવાયતંત્રને લાગુ પડતો) કાનૂની છે અને તે 18 વર્ષ અને તેથી વધુ વયના તમામ વિદેશીઓને લાગુ પડે છે.

સીબીપીનો આ હુક્મ લાખ્ખોને અસરકર્તા બની રહે છે જે પૈકી ભારતીયો સૌથી વધુ સંખ્યામાં ત્યાં રહેતા હોઈ તેમણે સતત જાગૃત રહેવું પડશે. મેક્સિકન્સ પછી અમેરિકામાં જઇ વસેલાઓમાં ભારતવંશીઓની સંખ્યા બીજા ક્રમે છે.

આ અંગે સીબીપીએ ઉપર જણાવ્યું હતું કે હંમેશાં તમારાં વિદેશી હોવાનાં રજીસ્ટ્રેશન ડોક્યુમેન્ટસ સાથે રાખો. તમારી પાસે તે નહીં હોય અને ફેડરલ લૉ એન્ફોર્સમેન્ટ કર્મચારી તમોને અટકાવી તે માર્ગ અને તમે તે દર્શાવી ન શકો તો તે સરકાર સાથે બનાવટ કર્યા બરોબર ગણાશે, અને ભારે દંડ ભરવો પડશે.

LEAVE A REPLY