ગુજરાતમાં સોમવારે કોરોના વાઇરસના વિક્રમજનક 6,021 નવા કેસ નોંધાયા હતા અને 55 દર્દીના મોત થયા હતા. નવા કેસની સામે 2,854 લોકો કોરોનાથી રિકવર થયા હતા. અમદાવાદ શહેરમાં 20 અને સુરતમાં 18 વ્યક્તિના મોત થયા હતા. આ ઉપરાંત વડોદરામાં 7, રાજકોટમાં 4, ભરુચમાં 1, બોટાદમાં 1, સાબરકાંઠામાં 1 અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં એક દર્દીનું મોત થયું હતું, એમ રાજ્ય સરકારે સોમવારે સાંજે આપેલીમાં માહિતીમાં જણાવાયું હતું.

અમદાવાદમાં કોરોના નવા 1,933 અને સુરતમાં 1,469 નવા કેસ નોંધાયા હતા. આ ઉપરાંત વડોદરામાં 381, રાજકોટમાં 576, જામનગરમાં 296, ભાવનગરમાં 110, ગાંધીનગરમાં 106 અને જુનાગઢમાં 87 નવા કેસ નોંધાયા હતા. મહેસાણામાં 136, પાટણમાં 97, નર્મદામાં 61, બનાસકાંઠમાં 94 અને ભરુચમાં 54 કેસ નોંધાયા હતા.
રાજ્યમાં કોરોનાનો કુલ આંક વધીને 3,49,495 થયા હતા, જેમાંથી 3,17,981 રિકવર થયા હતા. રાજ્યનો મૃત્યુઆંક વધીને 4,855 થયો હતો. એક્ટિવ કેસની સંખ્યા 30,680 થઈ હતી. સોમવારે 216 વ્યક્તિ વેન્ટિલેટર પર હતા.