(Photo credit should read INDRANIL MUKHERJEE/AFP via Getty Images)

પશ્ચિમ રેલવેએ દિવાળી સુધીમાં અમદાવાદ સહિત ગુજરાતમાંથી પસાર થતી વધુ 36 ટ્રેનો શરૂ કરવાની રેલવે બોર્ડને ભલામણ કરી છે. જેમાં અમદાવાદથી ઉપડતી તેમજ પસાર થતી 18 ટ્રેનો ઉપરાંત વડોદરા સુરતથી પસાર થતી 18 ટ્રેનો સામેલ છે. ઓક્ટોબરના અંત કે નવેમ્બરના પ્રારંભમાં આ સ્પેશિયલ ટ્રેનો શરૂ કરાશે. તેમાં પણ અમદાવાદ સહિત રાજ્યમાંથી દક્ષિણ ભારત માટે પણ વિશેષ ટ્રેન શરૂ કરવાની ભલામણ કરાઈ છે. સૌરાષ્ટ્ર માટે પણ પહેલીવાર ટ્રેન શરૂ થશે.

કોરોના મહામારીને કારણે અમદાવાદ સહિત દેશભરથી કોલકાતા તેમ જ હાવડા જતી ટ્રેનો ઘટાડી દેવાઈ હતી, પરંતુ હવે રેલવે બુધવારથી અમદાવાદ – હાવડા એક્સપ્રેસ દરરોજ દોડાવાશે. આ ટ્રેન્ડ પહેલા સપ્તાહમાં ત્રણ દિવસ દોડતી હતી.

કોરોના મહામારી શરૂ થયા બાદ દેશમાં માર્ચથી રેગ્યુલર ટ્રેનો બંધ છે. જો કે જૂનથી અનલૉક જાહેર થયા બાદ રેલવે દ્વારા કેટલાક વિશેષ રૂટ પર સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. આ સમય દરમિયાન મોટી સંખ્યામાં શ્રમિકો પરત આવતા રિટર્ન ટ્રેનો હાઉસફૂલ આવતી હતી.