corona virus and world

ગુજરાતમાં કોરોનાના બે પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જેમાં રાજકોટનો એક શંકાસ્પદ કેસ અને સુરતનો એક શંકાસ્પદ કેસ પોઝિટીવ આવ્યા છે. આ અંગે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ટ્વિટ કર્યું છે.શહેરના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા અને મક્કાથી આવેલા યુવાનના સેમ્પલ જામનગર લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ ત્યાંનો રિપોર્ટ વધુ શંકાસ્પદ આવતાં સેમ્પલ પુનાની લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે.

તંત્રએ પોઝિટિવ કેસ સમજી તકેદારીના ભાગરૂપે યુવાનના પરિવારજનો અને અંગત મળી કુલ 17 લોકોને કવોરન્ટાઇન કરી પથિકાશ્રમ ખાતે ખસેડી દીધા હતા. જેને લઇને આરોગ્ય વિભાગમાં ઉચાટ જોવા મળી રહ્યો છે અને રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. નાયબ આરોગ્ય અધિકારી પી.પી. રાઠોડે પત્રકારોને જણાવ્યું છે કે, રિપોર્ટ મોડી રાત્રે અથવા કાલે સવારે આવે તેવી શક્યતા છે. આજે 19 માર્ચે વધુ ચાર કેસ શંકાસ્પદ નોંધાયા છે.

ચારેય વ્યક્તિના લોહીની નમૂના જામનગર પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. ચારેય વ્યક્તિ વિદેશથી આવ્યા હતા અને કોરોનાના લક્ષણ જણાતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. જંગલેશ્વરમાં આરોગ્ય વિભાગની 40 ટીમોએ 18 હજારથી વધારે ઘરોમાં સર્વે કર્યો છે. સર્વેમાં 225 કર્મચારીઓ જોડાયા હતા. સિવિલ હોસ્પિટલમાં પણ સુરક્ષા વધારવામાં આવી છે. રિપોર્ટ આવે તે પહેલા તંત્ર દોડતું થયું છે.