ગુજરાતમાં કોરોના વાયરસ જાણે બેકાબુ બન્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. પહેલી એપ્રિલે ગુજરાતમાં માત્ર 87 પોઝિટીવ કેસ હતાં જે મહિનાના આખર દિવસે 4,395 થયાં છે. તો આઠ દિવસમાં જ કેસ બમણાં થઇ ગયાં છે. હજુ 21 એપ્રિલે ગુજરાતમાં કુલ પોઝિટીવ કેસ 2,100 આસપાસ હતાં.એવી જ રીતે મૃત્યુના કિસ્સા જોઇએ તો ગુરુવારે નોંધાયેલાં નવા 17 મરણના કિસ્સા સાથે રાજ્યમાં કુલ મૃતકાંક 214 છે.

પહેલી એપ્રિલે આ આંકડો માત્ર 6નો હતો જે દર્શાવે છે કે એક જ મહિનામાં મૃત્યુનું પ્રમાણ 36 ગણું વધ્યું છે. ગુરુવારે નોંધાયેલા કુલ મૃત્યુના આંકમાં અમદાવાદમાં 12, સૂરતમાં 3 વડોદરામાં 1 જ્યારે આણંદમાં એક કોરોનાગ્રસ્ત દર્દી મૃત્યુ પામ્યાં છે. આ સત્તર પૈકી 5ને બીજી કોઇ બિમારી પણ ન હતી. મૃત્યુ પામનારાઓની ઉંમર 34થી લઇને 80 વર્ષની હતી. ત્યારે આદે રાજ્યની સ્થાપના દિવસની વાત કરીએ તો ગુજરાતમાં કોરોનાના કેસ ત્રેવડી સદી ફટકારી છે. અને એક દિવસમાં જ 22 લોકોનાં મોત થયાં છે. બીજી બાજુ અત્યાર સુધીનાં આંકડા જોઈએ તો કુલ દર્દી 4721 થયાં છે તો કુલ 236 લોકોનાં મોત પણ નિપજ્યાં છે.