ગુજરાતમાં કોરોનાના ખતરનાક પ્રસાર થઈ ગયો છે. આજે વધુ ત્રણ 3 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં 13, વડોદરામાં 6, સુરતમાં 6, ગાંધીનગરમાં 6,રાજકોટ અને કચ્છમાં 1-1 કેસ પોઝિટિવ આમ છેલ્લા 6 દિવસમાં પોઝિટિવ કેસનો આંકડો 33એ પહોંચ્યો છે.

જેમાંથી એક વ્યક્તિનું મોત પણ થઈ ગયું છે. આ અંગે આજે આરોગ્ય અગ્ર સચિવ જયંતીએ રવિએ જણાવ્યું કે, દરરોજ સાંજે મુખ્યમંત્રી સાથે હાઈપાવર કમિટીની બેઠક મળશે. અત્યાર સુધીમાં 10 લાખ લોકોનો સર્વે કર્યો છે. તેમજ 11 હજાર 108 લોકો હોમ ક્વોરેન્ટાઇન છે. તેની સાથે સાથે 1583 આઇસોલેશન બેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને 609 જેટલા વેન્ટિલેટર ઉપલબ્ધ છે.

જ્યારે ખાનગી હોસ્પિટલમાં 1500 જેટલા વેન્ટિલેટર ઉપલબ્ધ છે. આજે 52 સેમ્પલ આવ્યાં છે. જેનો ટેસ્ટ બીજે મેડીકલ ખાતે કરવામાં આવશે.તેમણે આગળ કહ્યું કે, 104માં જરુરીયાત વિના લોકોને કોલ ન કરવા વિનંતિ કરી છે. ગઇકાલે 2424 કોલ આવ્યા, જેણે કોવિડને લગતા સવાલો કર્યાં હતા. તમામ કોલને ક્લોઝર કરવામાં આવ્યા હતા. એન 95 માસ્ક- 45000 જેટલા ઉપલબ્ધ છે.