ગુજરાતમાં દિવાળીના ઉત્સવો દરમિયાન કોરોના વાઇરસના કેસોમાં ઉછાળો આવ્યો છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે શનિવારે જારી કરેલા ડેટા મુજબ છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના 1124 નવા કેસ નોંધાયા હતા. આની સરખામણીમાં કોરોનામાંથી 995 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 6 દર્દીના મોત થયા હતા. ગુજરાત કુલ મૃત્યુઆંક 3,797 પર પહોંચી ગયો હતો. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,70,931 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે.

છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં કુલ 52,973 ટેસ્ટ કરવામાં આવ્યા છે અને તેનાથી અત્યાર સુધી સમગ્ર ગુજરાતમાં કુલ 67,87,440 લોકોના ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 4,95,933 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 4,95,819 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. 114 લોકોને ફેસિલિટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે.

રાજ્યના કુલ 1124 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 143 અને જિલ્લામાં 42 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 198 અને જિલ્લામાં 17 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 100 અને જિલ્લામાં 35 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 96 અને જિલ્લામાં 48 પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 71 લોકો વેન્ટિલેટર પર છે, જ્યારે 12,441 દર્દીઓની તબિયત સ્થિર છે. અત્યાર સુધીમાં 1,70,931 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 3797 થયો છે. રાજ્યમાં રિકવરી રેટ 91.29% છે.