પ્રતિક તસવીર (PTI Photo/Manvender Vashist)

દિલ્હીમાં ખેડૂત આંદોલનને સમર્થન આપવા માટે ગુજરાતના 200થી વધુ ખેડૂતો વેશપલટો કરીને દિલ્હી પહોંચ્યા હોવાના અહેવાલ છે. દિલ્હી કૂચના એલાનને પગલે ગુજરાતમાં આંદોલનકારી ખેડૂત નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા હતા, પણ પોલીસને થાપ આપીને 200થી વધુ ખેડૂતો દિલ્હી બોર્ડર પહોચ્યાં છે. ખેડૂત નેતાઓએ વેશપલટો કરીને ગુજરાત બોર્ડર સુધી પહોંચવુ પડયુ હતું. ગુજરાતમાં ખેડૂતો કૃષિ કાયદાના વિરોધમાં છે અને ખેડૂત આંદોલનને સમર્થન આપી રહ્યાં છે જેના લીધે ભાજપ સરકાર પણ ચિંતિત છે.
ઉદયપુરમાં પત્રકાર પરિષદ યોજી ખેડૂત આગેવાનોએ ગુજરાત સરકાર પર એવા આકરા પ્રહારો કર્યા હતાં કે, દિલ્હી ચલો રોકવા સરકારે 12 ખેડૂત સંગઠનોના નેતાઓની અટકાયત કરી હતી. ખેડૂતોએ દિલ્હી જવા ભાડે કરાયેલી બસો પણ પોલીસે રદ કરાવી દીધી હતી. પોલીસના દમન વચ્ચે પણ વેશપલટો કરી ખેડૂતો દિલ્હી પહોચ્યાં છે.