માઈક્રોસોફ્ટ સહ-સ્થાપક બિલ ગેટ્સે રવિવારે ચેતવણી આપી હતી કે આગામી 4 થી 6 મહિના કોરોના મહામારીનો સૌથી ખરાબ સમય બની શકે છે. બિલ ગેટ્સનું ફાઉન્ડેશન કોવિડ-19 મહામારીની વેક્સિનને વિકસિત કરવામાં અને તેનું વિતરણ કરવાના પ્રયાસોમાં સહભાગી છે.
બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના કો-ચેરમેન ગેટ્સે સીએનએનને જણાવ્યું હતું કે ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ મેટ્રિક્સ એન્સ ઇવેલ્યુએશન (IHME)ના અંદાજ અનુસાર, આ સમયગાળા દરમિયાન વધુ 2 લાખ લોકોના મોત થઈ શકે છે. જો આપણે નિયમોનું પાલન કરીએ, માસ્ક પહેરીએ અને ભીડમાં ન જઇએ તો આપણે આ મૃત્યુઆંકને મોટા પ્રમાણમાં અટકાવી શકીશું. તેમણે કહ્યું કે જ્યારે વેક્સિન આવશે ત્યારે તે સૌની સામે લગાવશે.
2015માં ગેટ્સે આવી મહામારીને વિશ્વને ચેતવણી આપી હતી. ગેટ્સે જણાવ્યું હતું કે 2015માં મે આ આગાહી કરી ત્યારે મે ઊંચા મોતની વાત કરી હતી. આ વાઇરસ વધુ ઘાતક બની શકે છે. અમેરિકામાં કોરોના વાઇરસથી અત્યાર સુધીમાં 2.90 લાખથી વધુ લોકોના મોત થયા છે.