અરબી સમુદ્રમાં ચક્રવાતની અસરને પરિણામે શિયાળાની ઋતુમાં રાજ્યના વાતાવરણમાં ગુરુવારે એકાએક પલટો આવ્યો હતી અને કેટલાંક વિસ્તારમાં કમોસમી વરસાદ આવ્યો હતો.

ગુરુવારે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. ગીર સોમનાથ જિલ્લાના ઉના, ગીર ગઢડા અને દેવવાડા પંથકમાં, અમરેલીના સાવરકુંડલા, ખાંભા, રાજુલા અને જાફરાવાદ વિસ્તારના ગ્રામ્ય પંથકમાં, તેમજ ભાવનગર શહેરમાં તેમજ જિલ્લાના ગારિયાધાર સહિતના પંથકમાં પણ કમોસમી વરસાદ પડ્યો પડ્યો હતો.

હવામાન વિભાગ આગામી ત્રણ દિવસ સુધી ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારો તથા સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં વરસાદ પડવાની બુધવારે આગાહી કરી હતી. આ માવઠાને લીધે ખેડુતોની ચિંતામાં વધારો થયો હતો.