ગુજરાતમાં દિવાળી સુધી સ્કૂલો ખોલવામાં આવશે નહીં. દિવાળી પછી સ્કૂલો ખોલવી કે નહીં તે અંગે રાજ્ય સરકાર દિવાળી પછી કોરોનાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ નિર્ણય કરશે. હાલમાં રાજ્યમાં કોરોનાનું કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સરકારે આ નિવેદન આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના અનલોકમાં ધીરે ધીરે કરીને બધુ ખૂલી રહ્યું છે. પરંતુ હજુ સુધી સરકારે શાળાઓ ખોલવાની મંજૂરી આપી નથી, રાજ્યમાં કોરોનાની એન્ટ્રી થઇ ત્યારથી એટલે કે 15 માર્ચથી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. શાળાઓ બંધ થયા બાદ ફક્ત બોર્ડ પરીક્ષાઓ યથાવત રાખવામાં આવી હતી આમ રાજ્યમાં છેલ્લા 6 મહિનાથી સ્કુલો બંધ છે. આ સિવાય રાજ્ય સરકાર દ્વારા સિલેબસમાં ઘટાડો કરવા અંગે પણ વિચારવામાં આવી રહ્યું છે.